लोकाकाशप्रमितासंख्येयकालाणुद्रव्याणि, प्रत्येकं लोकाकाशप्रमाणं धर्माधर्मद्वयमित्युक्तलक्षणाः
पदार्थाः कथमवकाशं लभन्त इति ? भगवानाह — एकप्रदीपप्रकाशे नानाप्रदीप-
प्रकाशवदेकगूढरसनागगद्याणके बहुसुवर्णवद्भस्मघटमध्ये सूचिकोष्ट्रदुग्धवदित्यादिदृष्टान्तेन
विशिष्टावगाहनशक्तिवशादसंख्यातप्रदेशेऽपि लोकेऽवस्थानमवगाहो न विरुध्यते । यदि
पुनरित्थंभूतावगाहनशक्तिर्न भवति तर्ह्यसंख्यातप्रदेशेष्वसंख्यातपरमाणूनामेव व्यवस्थानं, तथा
सति सर्वे जीवा यथा शुद्धनिश्चयेन शक्तिरूपेण निरावरणाः शुद्धबुद्धैकस्वभावास्तथा
व्यक्तिरूपेण व्यवहारनयेनापि, न च तथा प्रत्यक्षविरोधादागमविरोधाच्चेति ।
एवमाकाशद्रव्यप्रतिपादनरूपेण सूत्रद्वयं गतम् ।।२०।।
अथ निश्चयव्यवहारकालस्वरूपं कथयति : —
दव्वपरिवट्टरूवो जो सो कालो हवेइ ववहारो ।
परिणामादीलक्खो वट्टणलक्खो य परमट्ठो ।।२१।।
લોકમાં અનંત જીવો, તેનાં કરતાં પણ અનંતગુણા પુદ્ગલો, લોકાકાશ પ્રમાણ અસંખ્યાત
કાળદ્રવ્યો, પ્રત્યેક લોકાકાશપ્રમાણ એવા ધર્મ અને અધર્મ બે દ્રવ્યો — એ પદાર્થો કેવી રીતે
અવકાશ મેળવે છે?
ભગવાન ઉત્તર આપે છેઃ — એક દીપકના પ્રકાશમાં અનેક દીપકોનો પ્રકાશ, એક
ગૂઢ રસના શીશામાં ઘણું સુવર્ણ, રાખથી ભરેલા ઘડામાં સોય તથા ઊંટડીનું દૂધ જેમ સમાઈ
જાય છે — ઇત્યાદિ દ્રષ્ટાંતે, વિશિષ્ટ અવગાહનશક્તિને લીધે અસંખ્યપ્રદેશવાળા લોકમાં પણ
પૂર્વોક્ત પદાર્થોના અવગાહમાં વિરોધ આવતો નથી. વળી, જો આ પ્રકારની અવગાહન-
શક્તિ ન હોય તો લોકના અસંખ્ય પ્રદેશોમાં અસંખ્ય પરમાણુઓનો જ સમાવેશ થાત અને
એમ થતાં જેમ શુદ્ધનિશ્ચયનયથી શક્તિરૂપે બધા જીવો નિરાવરણ અને શુદ્ધ – બુદ્ધ – એક
– સ્વભાવવાળા છે, તેમ વ્યક્તરૂપે વ્યવહારનયથી પણ થઈ જાય! પરંતુ એમ તો નથી, કેમકે
પ્રત્યક્ષ અને આગમ — બન્ને પ્રકારે તેમાં વિરોધ છે.
આ પ્રમાણે આકાશદ્રવ્યના પ્રતિપાદનરૂપે બે ગાથાઓ પૂરી થઈ. ૨૦.
હવે, નિશ્ચયકાળ અને વ્યવહારકાળનું સ્વરૂપ કહે છેઃ —
દ્રવ્યનિકે પરિવર્તનરૂપ, કાલ લખો વ્યવહાર વિરૂપ;
લખ્યો પડૈ પરિણામનિ એહ, નિશ્ચય વર્તન લક્ષણ તેહ. ૨૧.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૬૭