परिस्पन्दलक्षणरूपया वा क्रियया तथैव दूरासन्नचलनकालकृतपरत्वापरत्वेन च लक्ष्यते ज्ञायते
यः, स परिणामक्रियापरत्वापरत्वलक्षण इत्युच्यते । अथ द्रव्यरूपनिश्चयकालमाह ।
स्वकीयोपादानरूपेण स्वयमेवपरिणममानानां पदार्थानां कुम्भकारचक्रस्याधस्तनशिलावत्,
शीतकालाध्ययने अग्निवत्, पदार्थपरिणतेर्यत्सहकारित्वं सा वर्त्तना भण्यते । सैव लक्षणं यस्य
स वर्त्तनालक्षणः कालाणुद्रव्यरूपो निश्चयकालः, इति व्यवहारकालस्वरूपं निश्चयकालस्वरूपं
च विज्ञेयम् ।
कश्चिदाह ‘‘समयरूप एव निश्चयकालस्तस्मादन्यः कालाणुद्रव्यरूपो निश्चयकालो
नास्त्यदर्शनात् ?’’ तत्रोत्तरं दीयते — समयस्तावत्कालस्तस्यैव पर्यायः । स कथं पर्याय इति
चेत् ? पर्यायस्तोत्पन्नप्रध्वंसित्वात् । तथाचोक्तं ‘‘समओ उप्पण्णं पद्धंसी’’ । स च पर्यायो
द्रव्यं विना न भवति, पश्चात्तस्य समयरूपपर्यायकालस्योपादानकारणभूतं द्रव्यं तेनापि
પરિણામથી – પર્યાયથી તથા એક પ્રદેશથી બીજે પ્રદેશે ચાલવારૂપ અથવા ગાય દોહવી, રસોઈ
કરવી વગેરે પરિસ્પંદરૂપ ક્રિયાથી તેમજ દૂર કે નજીક ચાલવારૂપ કાળકૃત પરત્વ અને
અપરત્વથી તે લક્ષિત થાય છે – જણાય છે; તેથી તે વ્યવહારકાળ પરિણામ, ક્રિયા, પરત્વ
અને અપરત્વલક્ષણવાળો કહેવાય છે.
હવે, દ્રવ્યરૂપ નિશ્ચયકાળ વિષે કહે છેઃ — પોતાના ઉપાદાનરૂપે સ્વયમેવ પરિણમતા
પદાર્થોને — કુંભારના ચાકડાને ફરવામાં નીચેની શિલાના સહકારીપણાની પેઠે, ઠંડીમાં
અભ્યાસ કરતા વિદ્યાર્થીને અધ્યયનમાં અગ્નિના સહકારીપણાની પેઠે — પદાર્થ પરિણતિમાં
જે સહકારીપણું છે તેને ‘વર્તના’ કહે છે; એ ‘વર્તના’ જેનું લક્ષણ છે તે, વર્તનાલક્ષણવાળો
કાળાણુદ્રવ્યરૂપ ‘નિશ્ચયકાળ’ છે.
એ રીતે વ્યવહારકાળ અને નિશ્ચયકાળનું સ્વરૂપ જાણવું.
કોઈ કહે છે કે, સમયરૂપ જ નિશ્ચયકાળ છે; તેનાથી ભિન્ન બીજો કાળાણુદ્રવ્યરૂપ
નિશ્ચયકાળ નથી, કેમકે તે દેખવામાં આવતો નથી. તેનો ઉત્તર આપે છેઃ — પ્રથમ તો સમય
કાળનો જ પર્યાય છે. સમય કાળનો પર્યાય કેવી રીતે છે? પર્યાય ઉત્પન્નધ્વંસી હોય છે
તેથી. તથા કહ્યું છે કે ‘‘समओ१ उप्पण्ण पद्धंसी । (સમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે
છે.)’’ અને તે પર્યાય દ્રવ્ય વિના હોતો નથી. તે સમયરૂપ પર્યાયકાળના ઉપાદાનકારણરૂપ
૧. શ્રી પ્રવચનસાર ગાથા ૧૩૯ છેલ્લો ભાગ.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૬૯