Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 21 : Kaldravyana Abhavaroop Manyatanu Khandan.

< Previous Page   Next Page >


Page 70 of 272
PDF/HTML Page 82 of 284

 

background image
कालरूपेण भाव्यम् इन्धनाग्निसहकारिकारणोत्पन्नस्यौदनपर्यायस्य तन्दुलोपादानकारणवत्,
अथ कुम्भकारचक्रचीवरादिबहिरंगनिमित्तोत्पन्नस्य मृण्मयघटपर्यायस्य मृत्पिण्डोपादानकारणवत्,
अथवा नरनारकादिपर्यायस्य जीवोपादानकारणवदिति
तदपि कस्मादुपादानकारणसदृशं कार्यं
भवतीति वचनात् अथ मतं ‘‘समयादिकालपर्यायाणां कालद्रव्यमुपादानकारणं न भवति;
किन्तु समयोत्पत्तौ मन्दगतिपरिणतपुद्गलपरमाणुस्तथा निमेषकालोत्पत्तौ नयनपुटविघटनं,
तथैव घटिकाकालपर्यायोत्पत्तौ घटिकासामग्रीभूतजलभाजनपुरुषहस्तादिव्यापारो, दिवसपर्याये
तु दिनकरबिम्बमुपादानकारणमिति
’’ नैवम् यथा तन्दुलोपादानकारणोत्पन्नस्य सदोदन-
पर्यायस्य शुक्लकृष्णादिवर्णा, सुरभ्यसुरभिगन्धस्निग्धरूक्षादिस्पर्शमधुरादिरसविशेषरूपा
गुणा दृश्यन्ते तथा पुद्गलपरमाणुनयनपुटविघटनजलभाजनपुरुषव्यापारादिदिनकरबिम्बरूपैः
पुद्गलपर्यायैरुपादानभूतैः समुत्पन्नानां समयनिमिषघटिकादिकालपर्यायाणामपि
शुक्लकृष्णादिगुणाः प्राप्नुवन्ति, न च तथा
उपादानकारणसदृशं कार्यमिति वचनात् किं
દ્રવ્ય તે પણ કાળરૂપ હોવું જોઈએ. ઇંધન, અગ્નિ આદિ સહકારી કારણથી ઉત્પન્ન ભાતરૂપ
પર્યાયના ઉપાદાનકારણ ચોખાની જેમ, કુંભાર, ચાક, દોરી આદિ બહિરંગ નિમિત્તથી ઉત્પન્ન
માટીના ઘટપર્યાયના ઉપાદાનકારણ માટીના પિંડાની જેમ. અથવા નર
- નારકાદિ પર્યાયના
ઉપાદાનકારણ જીવની જેમ સમય, ઘડી આદિ કાળનું ઉપાદાનકારણ કાળદ્રવ્ય હોવું જોઈએ.
તે પણ શા માટે? ‘ઉપાદાનકારણના જેવું જ કાર્ય થાય છે’ એવું વચન હોવાથી.
હવે, એમ માનવામાં આવે કે, ‘‘સમય આદિ કાળના પર્યાયોનું ઉપાદાનકારણ
કાળદ્રવ્ય નથી, પરંતુ સમયરૂપ પર્યાયની ઉત્પત્તિમાં મંદગતિપરિણત પુદ્ગલપરમાણુ,
નિમેષરૂપ પર્યાયની ઉત્પત્તિમાં આંખોનું મીંચાવું અને ઊઘડવું, ઘડીરૂપ કાળપર્યાયની
ઉત્પત્તિમાં ઘડીની સામગ્રીરૂપ પાણીનો વાટકો, માણસના હાથ આદિનો વ્યાપાર અને
દિવસરૂપ પર્યાયની ઉત્પત્તિમાં સૂર્યનું બિંબ ઉપાદાનકારણ છે.’’ પણ એમ નથી. જો એમ
હોય તો, જેમ ચાવલરૂપ ઉપાદાનકારણથી ઉત્પન્ન થયેલ ભાતરૂપ પર્યાયમાં સફેદ, કૃષ્ણ
વગેરે રંગ, સારી કે નરસી ગંધ, સ્નિગ્ધ કે રૂક્ષાદિ સ્પર્શ, મધુર વગેરે રસ ઇત્યાદિ
વિશેષ ગુણો દેખાય છે, તેમ પુદ્ગલપરમાણુ, આંખોનું મીંચાવું-ઊઘડવું, પાણીનો કટોરો
અને મનુષ્યનો વ્યાપાર આદિ, તથા સૂર્યબિંબરૂપ ઉપાદાનભૂત પુદ્ગલપર્યાયોથી ઉત્પન્ન
સમય, નિમિષ, ઘડી, દિવસ આદિ કાળપર્યાયોમાં પણ સફેદ, કૃષ્ણ આદિ ગુણો પ્રાપ્ત
થવા જોઈએ! પણ તેમ થતું નથી. કારણ કે, ઉપાદાનકારણ સમાન કાર્ય થાય છે; એવું
વચન છે.
૭૦ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ