बहुना । योऽसावनाद्यनिधनस्तथैवामूर्त्तो नित्यः समयाद्युपादानकारणभूतोऽपि समयादि-
विकल्परहितः कालाणुद्रव्यरूपः स निश्चयकालो, यस्तु सादिसान्तसमयघटिकाप्रहरादिविवक्षित-
व्यवहारविकल्परूपस्तस्यैव द्रव्यकालस्य पर्यायभूतो व्यवहारकाल इति । अयमत्र भावः । यद्यपि
काललब्धिवशेनानन्तसुखभाजनो भवति जीवस्तथापि विशुद्धज्ञानदर्शनस्वभावनिज-
परमात्मतत्त्वस्य सम्यक्श्रद्धानज्ञानानुष्ठानसमस्तबहिर्द्रव्येच्छानिवृत्तिलक्षणतपश्चरणरूपा या
निश्चयचतुर्विधाराधना सैव तत्रोपादानकारणं ज्ञातव्यम् न च कालस्तेन स हेय इति ।।२१।।
अथ निश्चयकालस्यावस्थानक्षेत्रं द्रव्यगणनां च प्रतिपादयति : —
लोयायासपदेसे इक्किक्के जे ठिया हु इक्किक्का ।
रयणाणं रासी इव ते कालाणू असंखदव्वाणि ।।२२।।
लोकाकाशप्रदेशे एकैकस्मिन् ये स्थिताः हि एकैकाः ।
रत्नानां राशिः इव ते कालाणवः असंख्यद्रव्याणि ।।२२।।
ઘણું કહેવાથી શું? જે અનાદિનિધન છે, અમૂર્ત છે, નિત્ય છે, સમયાદિના
ઉપાદાનકારણભૂત હોવા છતાં સમયાદિના ભેદરહિત છે, તે કાલાણુદ્રવ્યરૂપ નિશ્ચયકાળ છે.
અને જે સાદિ - સાન્ત છે, સમય, ઘડી, પ્રહર આદિ વિવક્ષિત વ્યવહારનયના ભેદરૂપ છે તે,
તે જ દ્રવ્યકાળના પર્યાયરૂપ વ્યવહારકાળ છે.
સારાંશ એ છે કે — જો કે કાળલબ્ધિના વશે જીવ અનંતસુખનું ભાજન થાય છે,
તોપણ વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવી નિજપરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન - જ્ઞાન - આચરણરૂપ તથા
સમસ્ત બહિર્દ્રવ્યની ઇચ્છાની નિવૃત્તિ જેનું લક્ષણ છે, એવા તપશ્ચરણરૂપ જે નિશ્ચય ચતુર્વિધ
આરાધના છે તે જ તેમાં ઉપાદાનકારણ જાણવું, કાળ નહિ; તેથી તે (કાળ) હેય છે. ૨૧.
હવે, નિશ્ચયકાળના રહેવાના ક્ષેત્રનું તથા દ્રવ્યની સંખ્યાનું પ્રતિપાદન કરે છેઃ —
ગાથા ૨૨
ગાથાર્થઃ — જે લોકાકાશના એક એક પ્રદેશ પર રત્નોના ઢગલાની જેમ
ભિન્નભિન્નપણે એક એક સ્થિત છે, તે કાલાણુ અસંખ્ય દ્રવ્ય છે.
લોકાકાશ – પ્રદેશનિ માંહિ, એક એક પરિ જુદે ગિણાંહિ;
જે અસંખ્ય તિષ્ઠૈ થિરરૂપ, કાલાણૂ જિમ રત્નનિ તૂપ. ૨૨.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૭૧