व्याख्या — ‘‘लोयायासपदेसे इक्किक्के जे ठिया हु इक्किक्का’’ लोकाकाशप्रदेशेष्वेकैकेषु
ये स्थिता एकैकसंख्योपेता ‘‘हु’’ स्फु टं । क इव ? ‘‘रयणाणं रासी इव’’ परस्पर-
तादात्म्यपरिहारेण रत्नानां राशिरिव । ‘‘ते कालाणू’’ ते कालाणवः । कति संख्योपेताः ?
‘‘असंखदव्वाणि’’ लोकाकाशप्रमितासंख्येयद्रव्याणीति । तथाहि — यथा अंगुलिद्रव्यस्य
यस्मिन्नेव क्षणे वक्रपर्यायोत्पत्तिस्तस्मिन्नेव क्षणे पूर्वपाञ्जलपर्यायविनाशोऽङ्गुलिरूपेण ध्रौव्यमिति
द्रव्यसिद्धिः । यथैव च केवलज्ञानादिव्यक्तिरूपेण कार्यसमयसारस्योत्पादो निर्विकल्प-
समाधिरूपकारणसमयसारस्य विनाशस्तदुभयाधारपरमात्मद्रव्यत्वेन ध्रौव्यमिति वा द्रव्यसिद्धिः ।
तथा कालाणोरपि मन्दगतिपरिणतपुद्गलपरमाणुना व्यक्तीकृतस्य कालाणूपादानकारणोत्पन्नस्य
य एव वर्तमानसमयस्योत्पादः स एवातीतसमयापेक्षया विनाशस्तदुभयाधारकालाणुद्रव्यत्वेन
ध्रौव्यमित्युत्पादव्ययध्रौव्यात्मककालद्रव्यसिद्धिः । लोकबहिर्भागेकालाणुद्रव्याभावात्कथमाकाश-
द्रव्यस्य परिणतिरिति चेत् ? अखण्डद्रव्यत्वादेकदेशदण्डाहतकुम्भकारचक्रभ्रमणवत्,
तथैवैकदेशमनोहरस्पर्शनेन्द्रियविषयानुभवसर्वाङ्गसुखवत्, लोकमध्यस्थितकालाणुद्रव्य-
ટીકાઃ — ‘‘लोयायासपदेसे इक्किक्के जे ठिया हु इक्किक्का’’ લોકાકાશના એક એક પ્રદેશ
ઉપર જે એક એક સંખ્યામાં સ્થિત છે, ‘‘हु’’ સ્પષ્ટપણે, કોની પેઠે? ‘‘रयणाणं रासी इव’’
પરસ્પર તાદાત્મ્યરહિત રત્નોની રાશિની જેમ. ‘‘ते कालाणू’’ તે કાલાણુઓ છે. તે કેટલી
સંખ્યાવાળા છે? ‘‘असंखदव्वाणि’’ લોકાકાશના પ્રદેશપ્રમાણ અસંખ્ય દ્રવ્યો છે. વિશેષ — જેવી
રીતે આંગળીને વક્ર પર્યાયની ઉત્પત્તિ જે ક્ષણે થાય છે તે જ ક્ષણે પૂર્વના સીધા પર્યાયનો
વ્યય થાય છે અને આંગળીપણે ધ્રુવપણું રહે છે – એ પ્રમાણે દ્રવ્યની સિદ્ધિ થાય છે; તથા
જેવી રીતે કેવળજ્ઞાનાદિની વ્યક્તિરૂપે કાર્ય - સમયસારનો ઉત્પાદ, નિર્વિકલ્પ સમાધિરૂપ કારણ
સમયસારનો વિનાશ અને તે બન્નેના આધારભૂત પરમાત્મદ્રવ્યપણે ધ્રૌવ્ય છે — એ રીતે પણ
દ્રવ્યની સિદ્ધિ છે; તેવી રીતે કાલાણુને પણ મંદગતિથી પરિણમેલા પુદ્ગલપરમાણુ વડે પ્રગટ
કરાયેલ અને કાલાણુરૂપ ઉપાદાનકારણથી ઉત્પન્ન થયેલ જે વર્તમાન સમયનો ઉત્પાદ છે,
તે જ ભૂતકાળના સમયની અપેક્ષાએ વિનાશ અને તે બન્નેના આધારભૂત કાલાણુદ્રવ્યરૂપે
ધ્રૌવ્ય છે — એ રીતે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક કાળદ્રવ્યની સિદ્ધિ છે.
શંકાઃ — લોકાકાશની બહારના ભાગમાં કાલાણુદ્રવ્યનો અભાવ હોવાથી
આકાશદ્રવ્યનું પરિણમન (અલોકાકાશમાં) કેવી રીતે થાય? સમાધાનઃ — આકાશ અખંડ
દ્રવ્ય હોવાથી, જેમ કુંભારના ચાકડાના એક ભાગમાં લાકડીથી પ્રેરવામાં આવતાં આખો
ચાકડો ભ્રમણ કરે છે, તથા સ્પર્શેન્દ્રિયના વિષયનો એક ભાગમાં મનોહર અનુભવ કરવાથી
સમસ્ત શરીરમાં સુખનો અનુભવ થાય છે, તેમ લોકાકાશમાં રહેલાં કાલાણુદ્રવ્ય આકાશના
૭૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ