धारणैकदेशेनापि सर्वत्र परिणमनं भवतीति कालद्रव्यं शेषद्रव्याणां परिणतेः सहकारिकारणं
भवति । कालद्रव्यस्य किं सहकारिकारणमिति ? यथाकाशद्रव्यमशेषद्रव्याणामाधारः स्वस्यापि,
तथा कालद्रव्यमपि परेषां परिणतिसहकारिकारणं स्वस्यापि । अथ मतं यथा कालद्रव्यं
स्वस्योपादानकारणं परिणतेः सहकारिकारणं च भवति तथा सर्वद्रव्याणि, कालद्रव्येण किं
प्रयोजनमिति ? नैवम्; यदि पृथग्भूतसहकारिकारणेनप्रयोजनं नास्ति तर्हि सर्वद्रव्याणां
साधारणगतिस्थित्यवगाहनविषये धर्माधर्माकाशद्रव्यैरपि सहकारिकारणभूतैः प्रयोजनं नास्ति ।
किञ्च, कालस्य घटिकादिवसादिकार्यं प्रत्यक्षेण दृश्यते; धर्मादीनां पुनरागमकथनमेव, प्रत्यक्षेण
किमपि कार्यं न दृश्यते; ततस्तेषामपि कालद्रव्यस्यैवाभावः प्राप्नोति । ततश्च
जीवपुद्गलद्रव्यद्वयमेव, च चागमविरोधः । किञ्च, सर्वद्रव्याणां परिणतिसहकारित्वं कालस्यैव
गुणः, घ्राणेन्द्रियस्य रसास्वादनमिवान्यद्रव्यस्य गुणोऽन्यद्रव्यस्य कर्तुं नायाति
द्रव्यसंकरदोषप्रसंगादिति ।
એક ભાગમાં સ્થિત હોવા છતાં આખા આકાશમાં પરિણમન થાય છે.
શંકાઃ — કાળદ્રવ્ય બાકીનાં બીજાં દ્રવ્યોનાં પરિણમનને સહકારી કારણ થાય છે;
કાળદ્રવ્યને પરિણમનમાં કોણ સહકારી કારણ થાય છે? સમાધાનઃ — જેમ આકાશદ્રવ્ય
બીજાં બધાં દ્રવ્યોનો આધાર છે અને પોતાનો પણ આધાર છે, તેમ કાળદ્રવ્ય પણ બીજાં
દ્રવ્યોનાં પરિણમનમાં સહકારી કારણ છે અને પોતાના પરિણમનમાં પણ સહકારી કારણ છે.
શંકાઃ — જેવી રીતે કાળદ્રવ્ય પોતાના પરિણમનમાં ઉપાદાનકારણ છે અને
સહકારીકારણ પણ છે, તેમ બધાં દ્રવ્યો પણ પોતાના પરિણમનમાં ઉપાદાન અને સહકારી
કારણ હો; તે દ્રવ્યોના પરિણમનમાં કાળદ્રવ્યનું શું પ્રયોજન છે? સમાધાનઃ — એમ નથી.
જો પોતાનાથી ભિન્ન સહકારી કારણનું પ્રયોજન ન હોય તો સર્વ દ્રવ્યોનાં સામાન્ય ગતિ,
સ્થિતિ અને અવગાહનની બાબતમાં સહકારી કારણભૂત એવાં ધર્મ, અધર્મ અને
આકાશદ્રવ્યનું પણ કોઈ પ્રયોજન ન રહે. વળી, કાળદ્રવ્યનું ઘડી, દિવસ આદિ કાર્ય તો
પ્રત્યક્ષપણે દેખાય છે; પણ ધર્મ વગેરે દ્રવ્યોનું તો આગમકથન જ છે, પ્રત્યક્ષપણે તેમનું કોઈ
કાર્ય દેખાતું નથી, તેથી કાળદ્રવ્યની પેઠે તેમનો પણ અભાવ પ્રાપ્ત થાય; અને તો પછી
જીવ અને પુદ્ગલ બે જ દ્રવ્ય રહે. પણ તે તો (તેમ માનવું તે તો) આગમથી વિરુદ્ધ છે.
વળી, સર્વદ્રવ્યોને પરિણમનમાં સહકારી થવું એ કાળદ્રવ્યનો જ ગુણ છે; જેમ ઘ્રાણેન્દ્રિયથી
રસાસ્વાદ થઈ શકતો નથી, તેમ અન્ય દ્રવ્યનો ગુણ અન્ય દ્રવ્ય દ્વારા થઈ શકતો નથી કેમકે,
એમ માનવાથી દ્રવ્યસંકરરૂપ દોષનો પ્રસંગ આવે છે.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૭૩
10