Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 74 of 272
PDF/HTML Page 86 of 284

 

background image
कश्चिदाहयावत्कालेनैकाकाशप्रदेशं परमाणुरतिक्रामति ततस्तावत् कालेन समयो
भवतीत्युक्तमागमे एकसमयेन चतुर्दशरज्जुगमने यावंत आकाशप्रदेशास्तावन्तः समयाः
प्राप्नुवन्ति
परिहारमाहएकाकाशप्रदेशातिक्रमेण यत् समयव्याख्यानं कृतं तन्मन्द-
गत्यपेक्षया, यत्पुनरेकसमये चतुर्दशरज्जुगमनव्याख्यानं तत्पुनः शीघ्रगत्यपेक्षया तेन कारणेन
चतुर्दशरज्जुगमनेऽप्येकसमयः तत्र दृष्टान्तःकोऽपि देवदत्तो योजनशतं मन्दगत्या दिनशतेन
गच्छति स एव विद्याप्रभावेण शीघ्रगत्या दिनेनैकेनापि गच्छति तत्र किं दिनशतं भवति
किन्त्वेक एव दिवसः तथा चतुर्दशरज्जुगमनेऽपि शीघ्रगमनेनैक एव समयः
किञ्चस्वयं विषयानुभवरहितोऽप्ययं जीवः परकीयविषयानुभवं दृष्टम् श्रुतं च
मनसि स्मृत्वा यद्विषयाभिलाषं करोति तदपध्यानं भण्यते, तत्प्रभृतिसमस्तजालरहितं
स्वसंवित्तिसमुत्पन्नसहजानन्दैकलक्षणसुखरसास्वादसहितं यत्तद्वीतरागचारित्रं भवति
કોઈ કહે છે‘જેટલા કાળમાં આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પરમાણુ
ગમન કરે છે તેટલા કાળને સમય કહે છે’ એમ આગમમાં કહ્યું છે; તો એક સમયમાં
પરમાણુ ચૌદ રાજુ ગમન કરતાં જેટલા આકાશપ્રદેશો ઓળંગે તેટલા સમય થવા
જોઈએ! તેનું સમાધાન કરે છેઃ
પરમાણુ એક આકાશપ્રદેશથી બીજા પ્રદેશે જાય
તેટલા કાળને સમય શાસ્ત્રમાં કહેલ છે તે પરમાણુની મંદગતિની અપેક્ષાએ છે અને જે
પરમાણુનું એક સમયમાં ચૌદ રાજુ ગતિ કરવાનું કથન છે તે તો શીઘ્ર ગતિ કરવાની
અપેક્ષાએ છે; તેથી પરમાણુ ચૌદ રાજુ ગમન કરે, તોપણ એક સમય જ થાય છે. ત્યાં
દ્રષ્ટાંત એ છે કે, કોઈ દેવદત્ત નામનો પુરુષ મંદગતિથી ચાલીને સો દિવસોમાં સો
યોજન ચાલે છે અને તે જ પુરુષ વિદ્યાના પ્રભાવથી શીઘ્ર ગતિ કરીને એક દિવસમાં
પણ સો યોજન જાય છે, તો શું તેને સો યોજન ચાલવામાં સો દિવસ લાગે છે? ના,
પણ એક જ દિવસ લાગે છે; તેવી જ રીતે ચૌદ રાજુ ગમન કરવામાં પણ શીઘ્રગમનને
લીધે પરમાણુને એક જ સમય લાગે છે.
વળી વિશેષસ્વયં વિષયોના અનુભવરહિત હોવા છતાં પણ આ જીવ બીજાના
જોયેલા, સાંભળેલા, અનુભવેલા વિષયનું મનમાં સ્મરણ કરીને જે વિષયોની અભિલાષા કરે
છે તેને અપધ્યાન કહેવામાં આવે છે. તે વિષય
અભિલાષરૂપ અપધ્યાનાદિ સમસ્ત
જાળરહિત, સ્વસંવેદનથી ઉત્પન્ન સહજાનંદ જેનું એક લક્ષણ છે; એવા સુખના રસાસ્વાદ
સહિત જે છે તે વીતરાગચારિત્ર છે અને તેની સાથે જે અવિનાભાવી હોય છે તે
૭૪ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ