यत्पुनस्तदविनाभूतं तन्निश्चयसम्यक्त्वं वीतरागसम्यक्त्वं चेति भण्यते । तदेव कालत्रयेऽपि
मुक्तिकारणम् । कालस्तु तदभावे सहकारिकारणमपि न भवति ततः स हेय इति ।
तथाचोक्तम् — ‘‘किं पलविएण बहुणा जे सिद्धा णरवरा गए काले । सिद्धिहंहि जेवि भविया
तं जाणइ सम्ममाहप्पं ।।’’ इदमत्र तात्पर्यम् — कालद्रव्यमन्यद्वा परमागमाविरोधेन विचारणीयं
परं किन्तु वीतरागसर्वज्ञवचनं प्रमाणमिति मनसि निश्चित्य विवादो न कर्तव्यः । कस्मादिति
चेत् ? विवादे रागद्वेषौ भवतस्ततश्च संसारवृद्धिरिति ।।२।।
एवं कालद्रव्यव्याख्यानमुख्यतया पञ्चमस्थले सूत्रद्वयं गतं । इतिगाथाष्टकसमुदायेन
पंचभिः स्थलैः पुद्गलादिपंचविधाजीवद्रव्यकथनरूपेण द्वितीयो अन्तराधिकारः समाप्तः ।
अतः परं सूत्रपञ्चकपर्यन्तं पञ्चास्तिकायव्याख्यानं करोति । तत्रादौ गाथापूर्वार्द्धेन
षड्द्रव्यव्याख्यानोपसंहार उत्तरार्धेन तु पंचास्तिकायव्याख्यानप्रारम्भः कथ्यतेः —
નિશ્ચયસમ્યક્ત્વ અથવા વીતરાગસમ્યક્ત્વ કહેવાય છે. તે જ (નિશ્ચયસમ્યક્ત્વ જ) ત્રણે કાળે
મુક્તિનું કારણ છે. કાળ તો તેના અભાવમાં સહકારી કારણ પણ થતો નથી; તેથી તે હેય
છે. એવી રીતે કહ્યું પણ છે કે — ‘‘किं पलविएण बहुणा जे सिद्धा णरवरा गए काले । सिद्धिहंहि
जेवि भविया तं जाणह सम्ममाहप्पं ।।’’ (ઘણું કહેવાથી શું? જે શ્રેષ્ઠ પુરુષો ભૂતકાળમાં સિદ્ધ
થયા છે, થાય છે અને ભવિષ્યકાળમાં થશે તે સમ્યક્ત્વનું માહાત્મ્ય૧ જાણો.)’’
અહીં, તાત્પર્ય આ છે કે — કાળદ્રવ્ય તથા અન્ય દ્રવ્ય વિષે પરમાગમના અવિરોધપણે
વિચાર કરવો, પરંતુ ‘વીતરાગ સર્વજ્ઞનું વચન સત્ય છે’ એમ મનમાં નિશ્ચય કરીને વિવાદ
ન કરવો. શા માટે? કારણ કે, વિવાદ કરવાથી રાગ - દ્વેષ થાય છે અને રાગ - દ્વેષથી સંસારની
વૃદ્ધિ થાય છે. ૨૨.
આ રીતે કાળદ્રવ્યના વ્યાખ્યાનની મુખ્યતાથી પાંચમા સ્થળમાં બે ગાથાઓ પૂરી થઈ.
આ રીતે આઠ ગાથાઓના સમુદાયથી પાંચ સ્થળોમાં પુદ્ગલ આદિ પાંચ પ્રકારનાં અજીવ
દ્રવ્યોના કથનરૂપે બીજો અંતરાધિકાર પૂરો થયો.
હવે પછી, પાંચ ગાથાઓ સુધી પંચાસ્તિકાયનું વ્યાખ્યાન કરે છે. તેમાં પણ પ્રથમ
ગાથાના પૂર્વાર્ધથી છ દ્રવ્યોના વ્યાખ્યાનનો ઉપસંહાર અને ઉત્તરાર્ધથી પંચાસ્તિકાયના
વ્યાખ્યાનનો પ્રારંભ કરે છેઃ —
૧. દ્વાદશ અનુપે્રક્ષા – ગાથા ૯૦
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૭૫