एवं छब्भेयमिदं जीवाजीवप्पभेददो दव्वं ।
उत्तं कालविजुत्तं णादव्वा पंच अत्थिकाया दु ।।२३।।
एवं षड्भेदं इदं जीवाजीवप्रभेदतः द्रव्यम् ।
उक्तं कालवियुक्तम् ज्ञातव्याः पञ्च अस्तिकायाः तु ।।२३।।
व्याख्या — ‘‘एवं छब्भेयमिदं जीवाजीवप्पभेददो दव्वं उत्तं’’ एवं पूर्वोक्तप्रकारेण
षड्भेदमिदं जीवाजीवप्रभेदतः सकाशाद्द्रव्यमुक्तं कथितं प्रतिपादितम् । ‘‘कालविजुत्तं णादव्वा
पंच अत्थिकाया दु’’ तदेव षड्विधं द्रव्यं कालेन वियुक्तं रहितं ज्ञातव्याः पञ्चास्तिकायास्तु
पुनरिति ।।२३।।
पञ्चेति संख्या ज्ञाता तावदिदानीमस्तित्वं कायत्वं च निरूपयति : —
संति जदो तेणेदे अत्थित्ति भणंति जिणवरा जह्मा ।
काया इव बहुदेसा तह्मा काया य अत्थिकाया य ।।२४।।
ગાથા ૨૩
ગાથાર્થઃ — આ રીતે જીવ અને અજીવના પ્રભેદથી દ્રવ્ય છ પ્રકારનાં છે. કાળદ્રવ્ય
સિવાય બાકીનાં પાંચ દ્રવ્યોને અસ્તિકાય જાણવાં.
ટીકાઃ — ‘‘एवं छब्भेयमिदं जीवाजीवप्पभेददो दव्वं उत्तं’’ આમ પૂર્વોક્ત પ્રકારે જીવ
અને અજીવના પ્રભેદથી આ છ પ્રકારનાં દ્રવ્ય કહ્યાં છે. ‘‘कालविजुत्तं णादव्वा पंच अत्थिकाया
दु’’ તે જ છ પ્રકારનાં દ્રવ્યને કાળ સિવાય પંચાસ્તિકાય તરીકે જાણવાં. ૨૩.
પાંચ એવી સંખ્યા તો જાણી; હવે તેના અસ્તિત્વ અને કાયત્વનું નિરૂપણ કરે છેઃ —
ઐસૈં દ્રવ્ય કહે છહ ભેદ, જીવ - અજીવતણે, બિન - ખેદ;
કાલ બિના પણ અસ્તિ જુ કાય, જાનૂં જિન ભાષે સમુદાય. ૨૩.
એતે ‘હૈ’ ઐસેં જિનદેવ, ભાષે અસ્તિરૂપ સ્વયમેવ;
બહુ પ્રદેશ કાય જિમ લખૈ, અસ્તિકાય પાંચૂં ઇમ અખૈ. ૨૪.
૭૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ