Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 77 of 272
PDF/HTML Page 89 of 284

 

background image
सन्ति यतः तेन एते अस्ति इति भणन्ति जिनवराः यस्मात्
काया इव बहुदेशाः तस्मात् कायाः च अस्तिकायाः च ।।२४।।
व्याख्या‘‘संति जदो तेणेदे अत्थित्ति भणंति जिणवरा’’ सन्ति विद्यन्ते यत एते
जीवाद्याकाशपर्यन्ताः पञ्च तेन कारणेनैतेऽस्तीति भणंति जिणवराः सर्वज्ञाः ‘‘जह्मा काया
इव बहुदेसा तह्मा काया य’’ यस्मात्काया इव बहुप्रदेशास्तस्मात्कारणात्कायाश्च भणंति
जिनवराः
‘‘अत्थिकाया य’’ एवं न केवलं पूर्वोक्तप्रकारेणास्तित्वेन युक्ता अस्तिसंज्ञास्तथैव
कायत्वेन युक्ताः कायसंज्ञा भवन्ति किन्तूभयमेलापकेनास्तिकायसंज्ञाश्च भवन्ति इदानीं
संज्ञालक्षणप्रयोजनादिभेदेऽप्यस्तित्वेन सहाभेदं दर्शयति तथाहि शुद्धजीवास्तिकाये
सिद्धत्वलक्षणः शुद्धद्रव्यव्यञ्जनपर्यायः, केवलज्ञानादयो विशेषगुणाः, अस्तित्व-
वस्तुत्वागुरुलघुत्वादयः सामान्यगुणाश्च
तथैवाव्याबाधानन्तसुखाद्यनन्तगुणव्यक्तिरूपस्य
कार्यसमयसारस्योत्पादो रागादिविभावरहितपरमस्वास्थ्यरूपस्य कारणसमयसारस्य
ગાથા ૨૪
ગાથાર્થઃકારણ કે તેઓ વિદ્યમાન છે, તેથી જિનવરોએ એમને ‘અસ્તિ’ કહ્યાં
અને એ કાયની જેમ બહુપ્રદેશી છે, તેથી એમને ‘કાય’ કહ્યાં. બન્ને મળીને ‘અસ્તિકાય’
થાય છે.
ટીકાઃ‘‘संति जदो तेणेदे अत्थित्ति भणंति जिणवरा’’ જીવથી આકાશ સુધીનાં પાંચ
દ્રવ્ય વિદ્યમાન છે તે કારણે એમને સર્વજ્ઞ જિનવરો ‘અસ્તિ’ કહે છે. ‘‘जह्मा काया इव बहुदेसा
तह्मा काया य’’ અને તે કાયાની પેઠે બહુપ્રદેશી છે, તેથી જિનવરો તેમને ‘કાય’ કહે છે.
‘‘अत्थिकाया य’’ આવી રીતે પૂર્વે કહ્યું તેમ ‘અસ્તિત્વ’ વાળા હોવાથી કેવળ ‘અસ્તિ’ સંજ્ઞા
નથી, તેમજ ‘કાયત્વ’વાળા હોવાથી કેવળ ‘કાય’ સંજ્ઞા પણ નથી; પરંતુ બન્નેના મેળાપથી
‘અસ્તિકાય’ સંજ્ઞા છે.
હવે સંજ્ઞા, લક્ષણ, પ્રયોજન આદિના ભેદ હોવા છતાં પણ અસ્તિત્વની સાથે (આ પાંચે)
અભેદ છે, એમ બતાવે છેઃશુદ્ધ જીવાસ્તિકાયને વિષે (મુક્તદશામાં) સિદ્ધત્વલક્ષણરૂપ
શુદ્ધદ્રવ્ય - વ્યંજન - પર્યાય, કેવળજ્ઞાન આદિ વિશેષ ગુણો અને અસ્તિત્વ, વસ્તુત્વ, અગુરુલઘુત્વ
વગેરે સામાન્ય ગુણો છે, તથા (મુક્તદશામાં) અવ્યાબાધ અનંતસુખાદિ અનંત ગુણની
વ્યક્તતારૂપ કાર્ય
- સમયસારનો ઉત્પાદ, રાગાદિ વિભાવરહિત પરમસ્વાસ્થ્યરૂપ કારણ -
સમયસારનો વ્યય અને તે બન્નેના આધારભૂત પરમાત્મદ્રવ્યપણે ધ્રૌવ્ય છે; શુદ્ધ જીવાસ્તિકાયને
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૭૭