व्ययस्तदुभयाधारभूतपरमात्मद्रव्यत्वेन ध्रौव्यमित्युक्तलक्षणैर्गुणपर्यायैरुत्पादव्ययध्रौव्यैश्च सह
मुक्तावस्थायां संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि सत्तारूपेण प्रदेशरूपेण च भेदो नास्ति ।
कस्मादिति चेत् ? मुक्तात्मसत्तायां गुणपर्यायाणामुत्पादव्ययध्रौव्याणां चास्तित्वं सिद्ध्यति,
गुणपर्यायोत्पादव्ययध्रौव्यसत्तायाश्च मुक्तात्मास्तित्वं सिद्धयतीति परस्परसाधितसिद्धत्वादिति ।
कायत्वं कथ्यते — बहुप्रदेशप्रचयं दृष्ट्वा यथा शरीरं कायो भण्यते तथानन्त-
ज्ञानादिगुणाधारभूतानां लोकाकाशप्रमितासंख्येयशुद्धप्रदेशानां प्रचयं समूहं संघातं मेलापकं
दृष्ट्वा मुक्तात्मनि कायत्वं भण्यते । यथा शुद्धगुणपर्यायोत्पादव्ययध्रौव्यैः सह मुक्तात्मनः
सत्तारूपेण निश्चयेनाभेदो दर्शितस्तथा यथासंभवं संसारिजीवेषु पुद्गलधर्माधर्माकाशकालेषु च
द्रष्टव्यः । कालद्रव्यं विहाय कायत्वं चेति सूत्रार्थः ।।२४।।
अथ कायत्वव्याख्याने पूर्वं यत्प्रदेशास्तित्वं सूचितं तस्य विशेषव्याख्यानं करोतीत्येका
पातनिका, द्वितीया तु कस्य द्रव्यस्य कियन्तः प्रदेशा भवन्तीति प्रतिपादयति : —
એ રીતે ઉપરોક્ત લક્ષણવાળા ગુણ - પર્યાય અને ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યની સાથે મુક્ત અવસ્થામાં
સંજ્ઞા, લક્ષણ, પ્રયોજન આદિનો ભેદ હોવા છતાં પણ સત્તારૂપે અને પ્રદેશરૂપે ભેદ નથી. શા
માટે ભેદ નથી? મુક્તાત્માની સત્તામાં ગુણપર્યાયોનું અને ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યનું અસ્તિત્વ સિદ્ધ
થાય છે, તથા ગુણ - પર્યાય તેમ જ ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યની સત્તાથી મુક્તાત્માનું અસ્તિત્વ સિદ્ધ
થાય છે; એ રીતે પરસ્પર સાધિત - સિદ્ધત્વ ( – સાધ્યસાધનપણું ) છે.
હવે, એમના કાયત્વનું કથન કરવામાં આવે છેઃ — જેવી રીતે ઘણા પ્રદેશોનો સમૂહ
જોઈને શરીરને ‘કાય’ કહેવામાં આવે છે, તેવી રીતે અનંત જ્ઞાનાદિ ગુણોના આધારભૂત
લોકાકાશપ્રમાણ અસંખ્ય શુદ્ધ પ્રદેશોનો સમૂહ જોઈને મુક્તાત્મામાં ‘કાયત્વ’ કહેવામાં આવે છે.
જેવી રીતે શુદ્ધ ગુણ - પર્યાય અને ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય સાથે મુક્તાત્માને સત્તારૂપે
નિશ્ચયનયથી અભેદપણું બતાવ્યું, તેવી રીતે યથાસંભવ સંસારી જીવોમાં તથા પુદ્ગલ, ધર્મ,
અધર્મ, આકાશ ને કાળમાં પણ જાણવું, અને કાળદ્રવ્ય સિવાય કાયત્વ પણ જાણવું.
— આ પ્રમાણે આ ગાથાનો અર્થ છે. ૨૪
હવે, કાયત્વના વ્યાખ્યાનમાં પૂર્વે જે પ્રદેશોનું અસ્તિત્વ સૂચવ્યું હતું તેનું વિશેષ
વ્યાખ્યાન કરે છે. [એક પાતનિકા (ઉત્થાનિકા) તો એ પ્રમાણે છે, બીજી પાતનિકા એમ
છે કે,] કયા દ્રવ્યના કેટલા પ્રદેશો છે એનું પ્રતિપાદન કરે છેઃ —
૭૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ