Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 25 : Kayatvana Vyakhyanano Vishesha Vistar.

< Previous Page   Next Page >


Page 79 of 272
PDF/HTML Page 91 of 284

 

background image
होंति असंखा जीवे धम्माधम्मे अणंत आयासे
मुत्ते तिविह पदेसा कालस्सेगो ण तेण सो काओ ।।२५।।
भवन्ति असंख्याः जीवे धर्माधर्मयोः अनन्ताः आकाशे
मूर्त्ते त्रिविधाः प्रदेशाः कालस्य एकः न तेन सः कायः ।।२५।।
व्याख्या‘‘होंति असंखा जीवे धम्माधम्मे’’ भवन्ति लोकाकाशप्रमितासंख्येयप्रदेशाः
प्रदीपवदुपसंहारविस्तारयुक्तेऽप्येकजीवे, नित्यं स्वभावविस्तीर्णयोर्धर्माधर्मयोरपि ‘‘अणंत
आयासे’’ अनन्तप्रदेशा आकाशे भवन्ति ‘‘मुत्ते तिविह पदेसा’’ मूर्त्ते पुद्गलद्रव्ये
संख्यातासंख्यातानन्ताणूनां पिण्डाः स्कन्धास्त एव त्रिविधाः प्रदेशा भण्यन्ते, न च
क्षेत्रप्रदेशाः
कस्मात् ? पुद्गलस्यानन्तप्रदेशक्षेत्रे अवस्थानाभावादिति ‘‘कालस्सेगो’’
कालाणुद्रव्यस्यैक एव प्रदेशः ‘‘ण तेण सो काओ’’ तेन कारणेन स कायो न भवति
कालस्यैकप्रदेशत्वविषये युक्तिं प्रदर्शयति तद्यथाकिञ्चिदूनचरमशरीरप्रमाणस्य
ગાથા ૨૫
ગાથાર્થઃજીવ, ધર્મ તથા અધર્મદ્રવ્યના અસંખ્ય પ્રદેશ છે, આકાશના અનંત
છે; મૂર્ત્તના (પુદ્ગલના) ત્રણ પ્રકારના (સંખ્યાત, અસંખ્યાત, અનંત) પ્રદેશો છે. કાળને એક
પ્રદેશ છે, તેથી તે ‘કાય’ નથી.
ટીકાઃ‘‘होंति असंखा जीवे धम्माधम्मे’’ દીપકની પેઠે સંકોચવિસ્તારયુક્ત એક
જીવમાં અને સદા સ્વભાવથી વિસ્તૃત ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યમાં પણ લોકાકાશપ્રમાણ
અસંખ્ય પ્રદેશો હોય છે.
‘‘अणंत आयासे’’ આકાશમાં અનંત પ્રદેશો હોય છે. ‘‘मुत्ते तिविह
पदेसा’’ મૂર્ત્તપુદ્ગલ દ્રવ્યમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુઓના પિંડ અર્થાત્
સ્કંધ હોય છે; તેને જ ત્રણ પ્રકારના પ્રદેશો કહેવામાં આવે છે, ક્ષેત્રપ્રદેશોને નહિ. કેમકે
પુદ્ગલ અનંતપ્રદેશવાળા ક્ષેત્રમાં રહેતાં નથી.
‘‘कालस्सेगो’’ કાલાણુને એક જ પ્રદેશ છે. ‘‘ण
तेण सो काओ’’ તે કારણ તે ‘કાય’ નથી. કાળદ્રવ્યને એકપ્રદેશ હોવાની બાબતમાં યુક્તિ
બતાવે છે. તે આ રીતેજેવી રીતે અંતિમ શરીરથી થોડા ઓછા પ્રમાણવાળા સિદ્ધત્વ
દેશ અસંખ્ય જીવ એકકૈ, ધર્મ - અધર્મ તથા ગિનિ તકૈ;
નભ અનંત, પુદ્ગલ બહુ ભાય, એક કાલકૈ, ઇમ વિન - કાય. ૨૫.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૭૯