सिद्धत्वपर्यायस्योपादानकारणभूतं शुद्धात्मद्रव्यं तत्पर्यायप्रमाणमेव । यथा वा
मनुष्यदेवादिपर्यायोपादानकारणभूतं संसारिजीवद्रव्यं तत्पर्यायप्रमाणमेव, तथा कालद्रव्यमपि
समयरूपस्य कालपर्यायस्य विभागेनोपादानकारणभूतमविभाग्येकप्रदेश एव भवति । अथवा
मन्दगत्या गच्छतः पुद्गलपरमाणोरेकाकाशमप्रदेशपर्यन्तमेव कालद्रव्यं गतेः सहकारिकारणं
भवति ततो ज्ञायते तदप्येकप्रदेशमेव ।
कश्चिदाह — पुद्गलपरमाणोर्गतिसहकारिकारणं धर्मद्रव्यं तिष्ठति, कालस्य
किमायातम् ? नैवं वक्तव्यम् — धर्मद्रव्ये गतिसहकारिकारणे विद्यमानेऽपि मत्स्यानां
जलवन्मनुष्याणां शकटारोहणादिवत्सहकारिकारणानि बहून्यपि भवन्ति इति । अथ मतं
कालद्रव्यं पुद्गलानां गतिसहकारिकारणं कुत्र भणितमास्ते ? तदुच्यते — ‘‘पुग्गलकरणा जीवा
खंधा खलु कालकरणादु’’ इत्युक्तं श्रीकुन्दकुन्दाचार्यदेवैः पञ्चास्तिकायप्राभृते । अस्यार्थः
कथ्यते — धर्मद्रव्ये विद्यमानेऽपि जीवानाम् कर्मनोकर्मपुद्गला गतेः सहकारिकारणं भवन्ति,
अणुस्कन्धभेदभिन्नपुद्गलानां तु कालद्रव्यमित्यर्थः ।।२५।।
પર્યાયનું ઉપાદાનકારણભૂત જે શુદ્ધાત્મદ્રવ્ય છે તે સિદ્ધત્વપર્યાયપ્રમાણ (તેના સમાન) જ છે,
અથવા જેવી રીતે મનુષ્ય, દેવ આદિ પર્યાયોના ઉપાદાનકારણભૂત જે સંસારી જીવદ્રવ્ય છે
તે એ મનુષ્યાદિ પર્યાયપ્રમાણ (તેના બરાબર જ) જ છે, તેવી રીતે કાળદ્રવ્ય પણ સમયરૂપ
કાળપર્યાયના અવિભાગપણાથી ઉપાદાનકારણભૂત અવિભાગી એકપ્રદેશ જ હોય છે. અથવા
મંદગતિથી ગમન કરતા પુદ્ગલપરમાણુને એક આકાશપ્રદેશ સુધી જ કાળદ્રવ્ય ગતિનું
સહકારી કારણ થાય છે, તેથી જણાય છે કે તે કાળદ્રવ્ય પણ એકપ્રદેશી જ છે.
કોઈ પ્રશ્ન કરે છે કે, પુદ્ગલપરમાણુને ગતિમાં સહકારી કારણ ધર્મદ્રવ્ય છે તેમાં
કાળદ્રવ્યનું શું પ્રયોજન છે? સમાધાનઃ — એમ કહેવું ન જોઈએ. ગતિમાં સહકારી કારણ
ધર્મદ્રવ્ય વિદ્યમાન હોવા છતાં પણ માછલાને ગતિ કરવામાં જળની જેમ અને મનુષ્યોને
(શકટ – આરોહણની) જેમ બીજાં પણ ઘણાં સહકારી કારણો હોય છે. કોઈ કહે કે કાળદ્રવ્ય
પુદ્ગલોની ગતિમાં સહકારી કારણ છે, એમ ક્યાં કહ્યું છે? તેનો ઉત્તર આપવામાં આવે
છેઃ — શ્રી કુંદકુંદાચાર્યદેવે પંચાસ્તિકાય પ્રાભૃતમાં કહ્યું છે કે — ‘‘पुग्गलकरणा जीवा खंधा खलु
कालकरणा दु’’ એનો અર્થ કહેવામાં આવે છેઃ — ધર્મદ્રવ્ય વિદ્યમાન હોવા છતાં પણ, જીવોને
ગતિમાં કર્મ – નોકર્મરૂપ પુદ્ગલો સહકારી કારણ થાય છે અને અણુ તથા સ્કંધ — એ બે
ભેદવાળા પુદ્ગલોને ગમનમાં કાળદ્રવ્ય સહકારી કારણ થાય છે. ૨૫.
૮૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ