તિર્યંચ સમ્યગ્દ્રષ્ટિ મરીને વૈમાનિકદેવ થાય છે, દેવ અને નારકી
સમ્યગ્દ્રષ્ટિ મરીને કર્મભૂમિમાં ઉત્તમ ક્ષેત્રે મનુષ્ય જ થાય છે. જો
સમ્યગ્દર્શન થયા પહેલાં ૧-દેવ, ૨-મનુષ્ય, ૩-તિર્યંચ, કે
૪-નરકનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો, તે મરીને-વૈમાનિક દેવ,
૨-ભોગભૂમિમાં મનુષ્ય, ૩-ભોગભૂમિનો તિર્યંચ, કે ૩-પહેલી
નરકનો નારકી થાય છે આથી અધિક નીચેના સ્થાનમાં જન્મતા
નથી. આ પ્રમાણે નિશ્ચયસમ્યગ્દર્શનનો મહિમા અપાર છે.
માટે દરેક આત્મહિતેચ્છુએ સત્શાસ્ત્રનો સ્વાધ્યાય, તત્ત્વચર્ચા,
સત્સમાગમ તથા યથાર્થ તત્ત્વવિચાર વડે નિશ્ચયસમ્યગ્દર્શન પ્રાપ્ત
કરવું જોઈએ, કેમકે જો આ મનુષ્ય પર્યાયમાં નિશ્ચયસમકિત ન
પામ્યો તો પછી ફરીને મનુષ્યપર્યાયપ્રાપ્તિ વગેરેનો સુયોગ મળવો
કઠણ છે.
ત્રીજી ઢાળનો ભેદ-સંગ્રહ
અચેતન દ્રવ્યોઃ – પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ.
અંતરંગ પરિગ્રહઃ – ૪ કષાય, ૯ નોકષાય, ૧ મિથ્યાત્વ.
આસ્રવઃ – ૫ મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨૫ કષાય, ૧૫ યોગ.
કારણઃ – ઉપાદાન અને નિમિત્ત.
દ્રવ્યકર્મઃ – જ્ઞાનાવરણ વગેરે આઠ.
નોકર્મઃ – ઔદારિક, વૈક્રિયિક અને આહારકાદિ શરીર.
પરિગ્રહઃ – અંતરંગ અને બહિરંગ.
પ્રમાદઃ — ૪ વિકથા, ૪ કષાય, ૫ ઇન્દ્રિય, ૧ નિદ્રા, ૧ પ્રણય
(સ્નેહ).
૯૨ ][ છ ઢાળા