બહિરંગ પરિગ્રહઃ – ક્ષેત્ર, મકાન, રૂપું, સોનું, ધન, ધાન્ય, દાસી,
દાસ, કપડાં અને વાસણ – એ દસ છે.
ભાવકર્મઃ – મિથ્યાત્વ, રાગ, દ્વેષ, ક્રોધ, વગેરે.
મદઃ – આઠ પ્રકારના છેઃ –
જાતિ લાભ કુલ રૂપ તપ, બલ વિદ્યા અધિકાર;
ઇનકો ગર્વ ન કીજિયે, એ મદ અષ્ટ પ્રકાર.
મિથ્યાત્વઃ – વિપરીત, એકાંત, વિનય, સંશય અને અજ્ઞાન.
રસઃ – ખાટો, મીઠો, કડવો, તીખો અને કષાયેલો.
રૂપ (રંગ)ઃ – કાળો, પીળો, લીલો, લાલ અને સફેદ એ પાંચ.
સ્પર્શઃ – હલકો, ભારે, લૂખો, ચીકણો, કર્કશ, સુંવાળો, ઠંડો અને
ગરમ — એ આઠ સ્પર્શ છે.
ત્રીજી ઢાળનો લક્ષણ-સંગ્રહ
અનાયતનઃ – સમ્યક્ત્વનો નાશ કરનાર કુદેવાદિની પ્રશંસા કરવી તે.
અનુકંપાઃ – પ્રાણી માત્ર ઉપર દયાનો ભાવ.
અરિહંતઃ – ચાર ઘાતિકર્મો રહિત, અનંતચતુષ્ટયસહિત વીતરાગી
અને કેવળજ્ઞાની પરમાત્મા.
અલોકઃ – જ્યાં આકાશ સિવાયના દ્રવ્યો નથી એવી જગ્યા.
અવિરતિઃ – પાપોમાં પ્રવૃત્તિ.
અવિરત સમ્યગ્દ્રષ્ટિઃ – સમ્યગ્દર્શન સહિત, પરંતુ વ્રતરહિત એવા
ચોથા ગુણસ્થાનવર્તી જીવ.
ત્રીજી ઢાળ ][ ૯૩