તપ કરિ જો કર્મ ખિપાવૈ, સોઈ શિવસુખ દરસાવૈ. ૧૧.
(નિજ કાજ) જીવનું ધર્મરૂપી કાર્ય (ન સરના) સરતું નથી-થતું
નથી, પણ (જો) જે [નિર્જરા] (તપ કરિ) આત્માના શુદ્ધ પ્રતપન
દ્વારા (કર્મ) કર્મોનો (ખિપાવૈ) નાશ કરે છે [તે અવિપાક અથવા
સકામ નિર્જરા છે] (સોઈ) તે (શિવસુખ) મોક્ષનું સુખ (દરસાવૈ)
દેખાડે છે.
થતું નથી. પરંતુ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને આત્માના શુદ્ધ
પ્રતપન વડે જે કર્મો ખરી જાય છે તે અવિપાક અથવા સકામ
નિર્જરા કહેવાય છે. તે પ્રમાણે શુદ્ધિની વૃદ્ધિ થતાં થતાં સંપૂર્ણ