પાંચમી ઢાળ ][ ૧૫૧
નિર્જરા થાય છે, ત્યારે જીવ શિવસુખ (સુખની પૂર્ણતારૂપ મોક્ષ)
પામે છે. એમ જાણતો સમ્યગ્દ્રષ્ટિ જીવ સ્વદ્રવ્યના આલંબન વડે
જે શુદ્ધિની વૃદ્ધિ કરે છે તે નિર્જરા ભાવના છે. ૧૧.
૧૦ – લોક ભાવના
કિનહૂ ન કરૌ ન ધરૈ કો, ષડ્દ્રવ્યમયી ન હરૈ કો;
સો લોકમાંહિ બિન સમતા, દુખ સહૈ જીવ નિત ભ્રમતા. ૧૨.
અન્વયાર્થઃ — આ લોકને (કિનહૂ) કોઈએ (ન કરૌ)
બનાવ્યો નથી, (કો) કોઈએ (ન ધરૈ) ટકાવી રાખ્યો નથી, (કો)
કોઈ (ન હરૈ) નાશ કરી શકતો નથી; [અને આ લોક]
(ષડ્દ્રવ્યમયી) છ દ્રવ્યસ્વરૂપ છે — છ દ્રવ્યોથી ભરેલો છે (સો)
એવા (લોકમાંહિ) લોકમાં (વિન સમતા) વીતરાગી સમતા વિના
(નિત) હંમેશાં (ભ્રમતા) ભટકતો થકો (જીવ) જીવ (દુખ સહૈ)
દુઃખ સહન કરે છે.
ભાવાર્થઃ — બ્રહ્મા વગેરે કોઈએ આ લોકને બનાવ્યો નથી,
વિષ્ણુ અગર તો શેષનાગ વગેરે કોઈએ ટકાવી રાખ્યો નથી,