આ છ દ્રવ્યમય લોક છે તે પોતાથી જ અનાદિ-અનંત છે. છ એ
દ્રવ્યો નિત્ય સ્વ-સ્વરૂપે ટકીને નિરંતર પોતાના નવા નવા પર્યાયો
(અવસ્થા)થી ઉત્પાદ-વ્યયરૂપે પરિણમન કર્યા કરે છે. એક
દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અધિકાર નથી. આ છ દ્રવ્યસ્વરૂપ લોક તે
મારું સ્વરૂપ નથી, તે મારાથી ત્રિકાળ ભિન્ન છે, હું તેનાથી
ભિન્ન છું, મારો શાશ્વત ચૈતન્યલોક તે જ મારું સ્વરૂપ છે. એમ
ધર્મી જીવ વિચારે છે અને સ્વસન્મુખતા દ્વારા વિષમતા મટાડી,
સામ્યભાવ-વીતરાગતા વધારવાનો અભ્યાસ કરે છે તે લોક
ભાવના છે. ૧૨.
પર સમ્યગ્જ્ઞાન ન લાધૌ; દુર્લભ નિજમેં મુનિ સાધૌ. ૧૩.