Chha Dhala (Gujarati).

< Previous Page   Next Page >


Page 153 of 205
PDF/HTML Page 175 of 227

 

background image
પાંચમી ઢાળ ][ ૧૫૩
પામ્યો, (પર) છતાં (સમ્યગ્જ્ઞાન) સમ્યગ્જ્ઞાન (ન લાધૌ) પામ્યો
નહિ; (દુર્લભ) આવાં દુર્લભ સમ્યગ્જ્ઞાનને (મુનિ) મુનિરાજોએ
(નિજમેં) પોતાના આત્મામાં (સાધૌ) ધારણ કર્યું છે.
ભાવાર્થમિથ્યાદ્રષ્ટિ જીવ મંદ કષાયને કારણે
અનેકવાર ગ્રૈવેયક સુધી પેદા થઈને અહમિન્દ્ર પદ પામ્યો છે,
પરંતુ તેણે એક વખત પણ સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, કારણ
કે સમ્યગ્જ્ઞાન પામવું તે અપૂર્વ છે, તેથી તેને તો સ્વ-
સન્મુખતાના અનંત પુરુષાર્થ વડે જ પ્રાપ્ત કરી શકાય
છે. અને તેમ થતાં વિપરીત અભિપ્રાય આદિ દોષોનો અભાવ
થાય છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન, આત્માના આશ્રયે જ થાય છે. પુણ્યથી,
શુભરાગથી, જડ કર્માદિથી થાય એવું તે નથી. આ જીવ
બહારના સંયોગો, ચારે ગતિ તથા લૌકિક પદો અનંતવાર
પામ્યો છે પણ નિજ આત્માનું અસલી સ્વરૂપ સ્વાનુભવવડે
પ્રત્યક્ષ કરીને તે કદી સમજ્યો નથી, માટે તેની પ્રાપ્તિ અપૂર્વ
છે. લૌકિક કોઈપણ પદ અપૂર્વ નથી.
બોધિ એટલે નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા; તે
બોધિની પ્રાપ્તિ દરેક જીવે કરવી જોઈએ. સમ્યગ્દ્રષ્ટિ જીવ
સ્વસન્મુખતાપૂર્વક આવું ચિંતવન કરે છે, અને પોતાની બોધિની
વૃદ્ધિનો વારંવાર અભ્યાસ કરે છે તે બોધિદુર્લભ ભાવના
છે. ૧૩.