પાંચમી ઢાળ ][ ૧૫૫
આશ્રયવડે પ્રગટ કરે છે ત્યારે જ તે સ્થિર, અક્ષયસુખને
(મોક્ષને) પ્રાપ્ત કરે છે, આવી રીતે ચિંતવન કરી સમ્યગ્દ્રષ્ટિ
જીવ સ્વસન્મુખતાનો અભ્યાસ વારંવાર કરે છે. તે ધર્મ ભાવના
છે. ૧૪.
આત્માના અનુભવપૂર્વક ભાવલિંગી મુનિનું સ્વરુપ
સો ધર્મ મુનિનકરિ ધરિયે, તિનકી કરતૂતિ ઉચરિયે;
તાકોં સુનિયે ભવિ પ્રાની, અપની અનુભૂતિ પિછાની. ૧૫.
અન્વયાર્થઃ — (સો) એવો રત્નત્રયસ્વરૂપ (ધર્મ) ધર્મ
(મુનિનકરિ) મુનિઓ દ્વારા (ધરિયે) ધારણ કરવામાં આવે છે
(તિનકી) તે મુનિઓની (કરતૂતિ) ક્રિયાઓ (ઉચરિયે) કહેવામાં
આવે છે. (ભવિ પ્રાની) હે ભવ્ય જીવો! (તાકો) તેને (સુનિયે)
સાંભળો, અને (અપની) પોતાના આત્માના (અનુભૂતિ)
અનુભવને (પિછાનો) ઓળખો.
ભાવાર્થઃ — નિશ્ચયરત્નત્રયસ્વરૂપ ધર્મને ભાવલિંગી
દિગંબર જૈન મુનિ જ અંગીકાર કરે છે – બીજો કોઈ નહિ. હવે
આગળ તે મુનિઓના સકલચારિત્રનું વર્ણન કરવામાં આવે છે.
હે ભવ્યો! તે મુનિવરોના ચારિત્ર સાંભળો અને પોતાના
આત્માનો અનુભવ કરો. ૧૫.
પાંચમી ઢાળનો સારાંશ
આ બાર ભાવના તે ચારિત્રગુણના આંશિક શુદ્ધ પર્યાયો છે;
તેથી તે સમ્યગ્દ્રષ્ટિ જીવને જ હોઈ શકે છે. સમ્યક્ પ્રકારે આ બાર