Chha Dhala (Gujarati).

< Previous Page   Next Page >


Page 156 of 205
PDF/HTML Page 178 of 227

 

background image
૧૫૬ ][ છ ઢાળા
પ્રકારની ભાવનાઓ ભાવવાથી વીતરાગતાની વૃદ્ધિ થાય છે, તે
બાર ભાવનાનું ચિંતવન મુખ્યપણે વીતરાગ દિગમ્બર જૈન
મુનિરાજને જ હોય છે, અને ગૌણપણે સમ્યગ્દ્રષ્ટિને હોય છે. જેમ
પવન લાગવાથી અગ્નિ ભભૂકી ઊઠે છે તેમ અંતરંગ પરિણામોની
શુદ્ધતા સહિત, આ ભાવનાઓનું ચિંતવન કરવાથી સમતાભાવ
પ્રગટ થાય છે, અને તેનાથી મોક્ષસુખ પ્રગટ થાય છે.
સ્વસન્મુખતાપૂર્વક આ ભાવનાઓથી સંસાર, શરીર અને ભોગો
પ્રત્યે વિશેષ ઉપેક્ષા થાય છે, અને આત્માના પરિણામોની
નિર્મળતા વધે છે. [આ બાર ભાવનાઓનું સ્વરૂપ વિસ્તારથી
જાણવું હોય તો ‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’, ‘જ્ઞાનાર્ણવ’ વગેરે
ગ્રંથોનું અવલોકન કરવું.]
અનિત્યાદિ ચિંતવનથી શરીરાદિને બૂરાં જાણી, હિતકારી
ન જાણી તેનાથી ઉદાસ થવું તેનું નામ અનુપ્રેક્ષા નથી, કારણ કે
એ તો જેમ પ્રથમ કોઈને મિત્ર માનતો હતો ત્યારે તેનાથી રાગ
હતો અને પાછળથી તેનો અવગુણ જોઈને ઉદાસીન થયો, તેમ
પહેલાં શરીરાદિથી રાગ હતો પણ પાછળથી તેના અનિત્યાદિ
અવગુણ દેખી આ ઉદાસીન થયો, પરંતુ એવી ઉદાસીનતા તો
દ્વેષરૂપ છે, પણ જ્યાં જેવો પોતાનો વા શરીરાદિકનો સ્વભાવ છે
તેવો ઓળખી, ભ્રમ છોડી, તેને ભલાં જાણી રાગ ન કરવો તથા
બૂરાં જાણી દ્વેષ ન કરવો, એવી સાચી ઉદાસીનતા અર્થે
અનિત્યતા વગેરેનું યથાર્થ ચિંતવન કરવું એ જ સાચી અનુપ્રેક્ષા
છે.
(મોક્ષમાર્ગ-પ્રકાશક પૃ. ૨૩૨)