૧૫૮ ][ છ ઢાળા
અસુરકુમારઃ — અસુર નામની દેવગતિ નામકર્મના ઉદયવાળા
ભવનવાસી દેવ.
કર્મઃ — આત્મા રાગાદિ વિકારરૂપે પરિણમે તો તેમાં નિમિત્તરૂપે
હોવાવાળાં જડકર્મ-દ્રવ્યકર્મ.
ગતિઃ — નારક, તિર્યંચ, દેવ અને મનુષ્યરૂપ જીવની અવસ્થા
વિશેષને ગતિ કહે છે તેમાં ગતિ નામે નામકર્મ નિમિત્ત
છે.
ગ્રૈવેયકઃ — સોળમા સ્વર્ગથી ઉપર અને પહેલી અનુદિશથી
નીચેનાં દેવોને રહેવાના સ્થાન.
દેવઃ — દેવગતિને પ્રાપ્ત જીવોને દેવ કહેવાય છે; તેઓ અણિમા,
મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને
વશિત્વ — એ આઠ સિદ્ધિ (ઐશ્વર્ય) વાળા હોય છે.
જેમને મનુષ્યના જેવા આકારવાળું સાત કુધાતુ રહિત
સુંદર શરીર હોય છે.
ધર્મઃ — દુઃખથી મુક્તિ અપાવનાર; નિશ્ચયરત્નત્રયસ્વરૂપ
મોક્ષમાર્ગ, જેનાથી આત્મા મોક્ષ પામે છે. (રત્નત્રય
એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર).
ધર્મના જુદાં જુદાં લક્ષણઃ — [૧] વસ્તુનો સ્વભાવ તે ધર્મ,
[૨] અહિંસા, [૩] ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણ,
[૪] નિશ્ચયરત્નત્રય.
પાપઃ — મિથ્યાદર્શન, આત્માની ઊંધી સમજણ, હિંસાદિ
અશુભભાવ તે પાપ છે.