છઠ્ઠી ઢાળ ][ ૧૯૭
છÕી ઢાળનો ભેદ-સંગ્રહ
અંતરંગતપના નામઃ — પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય,
વ્યુત્સર્ગ અને ધ્યાન.
ઉપયોગઃ — શુદ્ધઉપયોગ, શુભઉપયોગ અને અશુભઉપયોગ —
એ ત્રણ છે. એ ચારિત્ર ગુણની અવસ્થા છે (તથા
જાણવું-દેખવું તે જ્ઞાન-દર્શન ગુણનો ઉપયોગ છે, તે
વાત અહીં નથી).
છેંતાલીશ દોષઃ — દાતાને આશ્રયે સોળ ઉદ્ગમ દોષ, પાત્રને
આશ્રયે સોળ ઉત્પાદન દોષ તથા આહાર સંબંધી દશ
દોષ અને ભોજનક્રિયા સંબંધી ૪ દોષ — એમ કુલ
છેંતાલીશ દોષ છે.
ત્રણ રત્નઃ — સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર.
તેર પ્રકારનું ચારિત્રઃ — પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ
ગુપ્તિ.
ધર્મઃ — ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ,
ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય — એ દસ પ્રકાર છે.
[દશે ધર્મને ઉત્તમ સંજ્ઞા છે તેથી નિશ્ચયસમ્યગ્દર્શનપૂર્વક
વીતરાગભાવના જ એ દશ પ્રકાર છે.]
મુનિની ક્રિયા (મુનિના ગુણ)ઃ — મૂળગુણ ૨૮ છે.
રત્નત્રયઃ — નિશ્ચય અને વ્યવહાર અથવા મુખ્ય અને
ઉપચાર — એ બે પ્રકાર છે.