છઠ્ઠી ઢાળ ][ ૧૯૯
વરણીય અને સંજ્વલન એ ચાર પ્રકારે ક્રોધ, માન,
માયા, લોભ એ દરેક પ્રકારથી સેવન ૩×૩×૩×
૫×૪×૨×૧૬=૧૭૨૮૦ ભેદ થયા.
પ્રથમના ૭૨૦ અને બીજા ૧૭૨૮૦ ભેદો મળી
૧૮૦૦૦ ભેદ મૈથુનકર્મના દોષરૂપ ભેદ છે. તેનો
અભાવ તે શીલ; એને નિર્મળ સ્વભાવ-શીલ કહે છે.
નયઃ — નિશ્ચય અને વ્યવહાર.
નિક્ષેપઃ — નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ — એ ચાર છે.
પ્રમાણઃ — પ્રત્યક્ષ અને પરોક્ષ.
છÕી ઢાળનો લક્ષણ-સંગ્રહ
અંતરંગ તપઃ — શુભાશુભ ઇચ્છાઓના નિરોધપૂર્વક આત્મામાં
નિર્મળ જ્ઞાન-આનંદના અનુભવથી અખંડિત પ્રતાપવંત
રહેવું; નિસ્તરંગ ચૈતન્યપણે શોભવું.
અનુભવઃ — સ્વસન્મુખ થયેલ જ્ઞાન, સુખનું રસાસ્વાદન.
વસ્તુ વિચારત ધ્યાવતૈં, મન પાવે વિશ્રામ;
રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકો નામ.
આવશ્યકઃ — મુનિઓએ અવશ્ય કરવા યોગ્ય સ્વવશ શુદ્ધ
આચરણ.
કાયગુપ્તિઃ — કાયા તરફ ઉપયોગ ન જતાં આત્મામાં જ લીનતા.
ગુપ્તિઃ — મન, વચન, કાયા તરફ ઉપયોગની પ્રવૃત્તિને સારી