૨૦૦ ][ છ ઢાળા
રીતે આત્મભાનપૂર્વક રોકવી અર્થાત્ આત્મામાં જ
લીનતા થવી તે ગુપ્તિ છે.
તપઃ — સ્વરૂપવિશ્રાંત, નિસ્તરંગપણે નિજ શુદ્ધતામાં પ્રતાપવંત
હોવું-શોભવું તે. તેમાં જેટલી શુભાશુભ ઇચ્છાઓ
રોકાઈ જાય છે અને શુદ્ધતા થાય છે તે તપ છે.
(અન્ય બાર પ્રકાર તો વ્યવહાર (ઉપચાર) તપના ભેદ
છે.)
ધ્યાનઃ — સર્વ વિકલ્પો છોડીને પોતાના જ્ઞાનને લક્ષ્યમાં સ્થિર
કરવું.
નયઃ — વસ્તુના એક અંશને મુખ્ય કરીને જાણે તે નય છે અને
તે ઉપયોગાત્મક છે-સમ્યક્ શ્રુતજ્ઞાનપ્રમાણનો અંશ તે
નય છે.
નિક્ષેપઃ — નયજ્ઞાન દ્વારા બાધારહિતપણે પ્રસંગવશાત્ પદાર્થમાં
નામાદિની સ્થાપના કરવી તે.
પરિગ્રહઃ — પરવસ્તુમાં મમતાભાવ (મોહ અથવા મમત્વ).
પરિષહજયઃ — દુઃખના કારણો મળતાં દુઃખી ન થાય તથા
સુખના કારણો મળતાં સુખી ન થાય પણ જ્ઞાતા તરીકે
તે જ્ઞેયનો જાણવાવાળો જ રહે એ જ સાચો પરિષહજય
છે.(મોક્ષમાર્ગ પ્ર૦ પૃ. ૨૩૨)
પ્રતિક્રમણઃ — મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રને
નિરવશેષપણે છોડીને સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્-