ભાવાર્થ ઃ — એ નરકની જમીનનો સ્પર્શ માત્ર કરવાથી
નારકીઓને એટલું દુઃખ થાય છે કે, હજારો વીંછીઓ એકી
સાથે ડંખ મારે તોપણ તેટલું દુઃખ થતું નથી. વળી એ નરકમાં
પરુ, લોહી અને નાના નાના કીડાઓથી ભરેલી અને શરીરમાં
દાહ ઉત્પન્ન કરવાવાળી એક વૈતરણી નદી છે; જેમાં
શાંતિલાભની ઇચ્છાથી નારકી જીવ પ્રવેશ કરે છે પણ ત્યાં તો
તેની પીડા વધારે ભયંકર થઈ પડે છે.
(જીવોને દુઃખ થવાનું મૂળ કારણ તો તેની શરીર સાથેની
મમતા અને એકત્વબુદ્ધિ જ છે. જમીનનો સ્પર્શ વગેરે તો માત્ર
નિમિત્ત-કારણ છે.)
નરકનાં સેમરવૃક્ષ, શરદી અને ગરમીનાં દુઃખ
સેમર તરુ દલજુત અસિપત્ર, અસિ જ્યોં દેહ વિદારૈં તત્ર;
મેરુ સમાન લોહ ગલિ જાય, ઐસી શીત ઉષ્ણતા થાય. ૧૦.
અન્વયાર્થ ઃ — (તત્ર) તે નરકમાં (અસિપત્ર જ્યોં)
તરવારની ધાર માફક તીક્ષ્ણ (દલજુત) પાંદડાવાળા (સેમર તરુ)
સેમરના ઝાડ [છે, જે] (દેહ) શરીરને (અસિ જ્યોં) તરવારની
૧૨ ][ છ ઢાળા