માફક (વિદારૈં) ફાડી નાખે છે. [અને] (તત્ર) ત્યાં [એ નરકમાં]
(ઐસી) એવા પ્રકારની (શીત) ઠંડી (અને) (ઉષ્ણતા) ગરમી
(થાય) થાય છે [કે] (મેરુ સમાન) મેરુ જેવા પર્વતની બરાબર
(લોહ) લોઢાનો ગોળો પણ (ગલિ) ગળી જઈ (જાય) શકે છે.
ભાવાર્થ ઃ — એ નરકમાં ઘણાંય સેમરનાં ઝાડો છે, તેના
પાંદડાં તરવારની ધાર જેવાં તીક્ષ્ણ છે. જ્યારે દુઃખી નારકી છાયા
મળવાની ઇચ્છાથી તે ઝાડ નીચે જાય છે, ત્યારે તે ઝાડના
પાંદડાંઓ તેની ઉપર પડી, તે નારકીઓના શરીરને ચીરી નાખે
છે. અને એ નરકોમાં એટલી ગરમી થાય છે કે એક લાખ
જોજનની ઊંચાઈવાળા સુમેરુ પર્વતની બરોબર લોઢાનો પિંડ પણ
૧ઓગળી જાય છે, તથા એટલી ઠંડી પડે છે કે સુમેરુ સમાન
લોઢાનો ગોળો પણ ગળી૨ જાય છે. જેવી રીતે લોકોમાં કહેવાય
૧मेरुसम लोहपिंडं, सीदं उण्हे विलम्मि पक्खितं ।
ण लहदि तलप्पदेशं, विलीयदे मयणखंडं वा ।।
અર્થ ઃ — જેવી રીતે ગરમીમાં મીણ પીગળી જાય છે, (પાણીની માફક
ચાલવા લાગે છે) તેવી રીતે સુમેરુ બરાબર લોઢાનો ગોળો ગરમ બિલની અંદર
ફેંકવામાં આવે તો વચમાં જ ઓગળવા માંડે છે.
૨मेरुसम लोहपिंडं, उण्हं सीदे विलम्मि पक्खितं ।
ण लहदि तलं पदेशं, विलीयदे लवणखण्डं वा ।।
(ત્રિલોકપ્રજ્ઞપ્તિ દ્વિતીય મહાધિકાર)
અને જેવી રીતે ઠંડ-વરસાદમાં મીઠું ઓગળી જાય છે – પાણી થઈ જાય છે તેવી
રીતે સુમેરુ સમાન લોઢાનો ગોળો ઠંડા બિલોમાં ફેંકવામાં આવે તો વચમાં જ ઓગળવા
લાગે છે. પહેલી બીજી ત્રીજી અને ચોથી નરકની ભૂમિઓ ગરમ છે. પાંચમી નરકમાં
ઉપરની ભૂમિ ગરમ તથા નીચે ત્રીજો ભાગ ઠંડી અને છઠ્ઠી તથા સાતમીની ભૂમિ ઠંડી છે.
પહેલી ઢાળ ][ ૧૩