છે કે ઠંડીથી હાથ ઠુંઠવાઈ ગયા. હીમથી ઝાડ અથવા અનાજ બળી
ગયું વગેરે; એટલે કે લોઢાની અંદર એકદમ ઉગ્ર ઠંડીના કારણે
ચીકણાઈ ઓછી થવાથી તેનો સ્કંધ વીખરાઈ જાય છે. ૧૦.
નરકમાં અન્ય નારકીઓ, અસુરકુમાર તથા
પ્યાસનાં દુઃખો
તિલ-તિલ કરૈં દેહકે ખંડ, અસુર ભિડાવૈં દુષ્ટ પ્રચણ્ડ;
સિન્ધુનીરતૈં પ્યાસ ન જાય, તોપણ એક ન બૂંદ લહાય. ૧૧.
અન્વયાર્થ ઃ — [એ નરકમાં નારકી જીવ એકબીજાના] (દેહકે)
શરીરના (તિલ-તિલ) તલના દાણા જેવડાં (ખંડ) ટુકડાં (કરૈં) કરી
નાંખે છે. અને (પ્રચંડ) અત્યંત (દુષ્ટ) ક્રૂર (અસુર) અસુરકુમાર
જાતિના દેવ, [એકબીજા સાથે] (ભિડાવૈં) લડાવે છે; [તથા એટલી]
(પ્યાસ) તરસ [લાગે છે કે] (સિન્ધુનીર તૈં) સમુદ્રભરના પાણી
પીવાથી પણ (ન જાય) છીપી શકતી નથી (તો પણ) છતાં (એક બૂંદ)
એક ટીપું પણ (ન લહાય) મળી શકતું નથી.
ભાવાર્થ ઃ — તે નરકોમાં નારકી એકબીજાને દુઃખ આપ્યાં
૧૪ ][ છ ઢાળા