Chha Dhala (Gujarati). Gatha: 12 (Dhal 1).

< Previous Page   Next Page >


Page 15 of 205
PDF/HTML Page 37 of 227

 

background image
કરે છે, અર્થાત્ કૂતરાની માફક હંમેશાં અંદરોઅંદર લડે છે અને
ઝઘડા કર્યા કરે છે. તે એકબીજાના શરીરના ટુકડે-ટુકડા કરી નાંખે
છે છતાં પણ તેના શરીર પાછા મળી જવાથી
*પારાની માફક
ફરીને જેવું ને તેવું થઈ જાય છે. સંક્લિષ્ટ પરિણામવાળા અમ્બ
અને અમ્બરીષ વગેરે જાતિના અસુરકુમાર દેવ પહેલી, બીજી અને
ત્રીજી નરક સુધી જઈને ત્યાંના તીવ્ર દુઃખી નારકીઓને, પોતાના
અવધિજ્ઞાનથી વેર બતાવીને અથવા ક્રૂરતા અને કુતૂહલથી
અંદરોઅંદર લડાવી મારે છે અને પોતે આનંદિત થાય છે. તે
નારકી જીવોને એટલી બધી તરસ લાગે છે કે જો મળે તો એક
મહાસાગરનું પાણી પણ પી જાય તોપણ તરસ છીપી શકતી નથી;
પરંતુ પીવાને પાણીનું એક ટીપું પણ મળતું નથી. ૧૧.
નરકની ભૂખ, નરકનું આયુ અને મનુષ્યગતિ
પ્રાપ્તિનું વર્ણન
તીન લોક કો નાજ જુ ખાય, મિટૈ ન ભૂખ કણા ન લહાય;
યે દુખ બહુ સાગર લૌં સહે, કરમ-જોગતૈં નરગતિ લહે. ૧૨.
અન્વયાર્થ [એ નરકોમાં એટલી ભૂખ લાગે છે કે]
(તીન લોકકો) ત્રણ લોકનું (નાજ) અનાજ (જુ ખાય) ખાઈ જાય
તોપણ (ભૂખ) ભૂખ (ન મિટૈ) મટી શકે નહિ, [પરન્તુ ખાવાને]
(કણ) એક દાણો પણ (ન લહાય) મળતો નથી. (યે દુખ) એવું
દુઃખ (બહુ સાગર લૌં) ઘણા સાગરોપમ કાળ સુધી (સહૈ) સહન
*પારો એક ધાતુના રસ જેવો હોય છે. જમીન ઉપર ફેંકવાથી અમુક
અંશે છૂટો છૂટો વીંખરાઈ જાય છે. ફરી એકઠો કરી દેવાથી પોતે
સ્વયં એક પિંડ થઈ જાય છે.
પહેલી ઢાળ ][ ૧૫