Chha Dhala (Gujarati). Paheli Dhalano Bhed-sangrah Paheli Dhalano Lakshan-sangrah.

< Previous Page   Next Page >


Page 24 of 205
PDF/HTML Page 46 of 227

 

background image
રીતે ચારે ગતિઓમાં પ્રાણીને ક્યાંય પણ સુખ અને શાંતિ મળતાં
નથી. આ રીતે પોતાના મિથ્યાભાવોના કારણે નિરંતર સંસાર-
ચક્રમાં પરિભ્રમણ કર્યા જ કરે છે.
પહેલી ઢાળનો ભેદ-સંગ્રહ
એકેન્દ્રિયપૃથ્વીકાયિક જીવ, અપકાયિક જીવ, અગ્નિકાયિક
જીવ, વાયુકાયિક જીવ અને વનસ્પતિકાયિક જીવ.
ગતિમનુષ્યગતિ, તિર્યંચગતિ, દેવગતિ અને નરકગતિ.
જીવસંસારી અને મુક્ત
ત્રસદ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય.
દેવભવનવાસી, વ્યન્તર, જ્યોતિષી અને વૈમાનિક.
પંચેન્દ્રિયસંજ્ઞી અને અસંજ્ઞી.
યોગમન, વચન અને કાયા; અથવા દ્રવ્ય અને ભાવ.
લોકઊર્ધ્વ, મધ્ય અને પાતાળ.
વનસ્પતિસાધારણ અને પ્રત્યેક.
વૈમાનિકકલ્પોત્પન્ન, કલ્પાતીત એ બે ભેદ છે.
સંસારીત્રસ અને સ્થાવર અથવા એકેન્દ્રિય, દ્વીન્દ્રિય,
ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય.
પહેલી ઢાળનો લક્ષણ-સંગ્રહ
અકામનિર્જરાસહન કરવાની અનિચ્છા છતાં રોગ, ક્ષુધાદિ
૨૪ ][ છ ઢાળા