સહન કરે છે. કર્મના તીવ્ર ઉદયમાં ન જોડાતાં
જીવ પુરુષાર્થ વડે મંદ કષાયરૂપ પરિણમે તે.
અગ્નિકાયિક — અગ્નિ જ જેનું શરીર હોય છે એવો જીવ.
અસંજ્ઞી — શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિરહિત પ્રાણી
અસંજ્ઞી કહેવાય છે.
ઇન્દ્રિય — આત્માના ચિહ્નને ઇન્દ્રિય કહે છે.
એકેન્દ્રિય — જેને એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે એવો જીવ.
ગતિ નામકર્મ — જે કર્મ, જીવના આકાર નારકી, તિર્યંચ, મનુષ્ય
અને દેવ જેવા બનાવે.
ગતિ — જેના ઉદયથી જીવ બીજો પર્યાય (ભવ) પામે છે.
ચિન્તામણિ — ઇચ્છા કરવા માત્રથી ઇચ્છાનુસાર વસ્તુ દેવાવાળું
એક ખાસ રત્ન.
તિર્યંચગતિ — તિર્યંચગતિ નામકર્મના ઉદયથી તિર્યંચમાં જન્મ
લેવો. (પેદા થવું).
દેવગતિ — દેવગતિ નામકર્મના ઉદયથી દેવમાં જન્મ લેવો.
નરક — પાપકર્મના ઉદયમાં જોડાવાથી જેમાં જન્મથી જ
જીવ, અસહ્ય અને અપરિમિત વેદના પામવા લાગે
છે, બીજા નારકીઓ મારફત સતાવું વગેરેથી
દુઃખનો અનુભવ કરે છે તથા જ્યાં દ્વેષથી ભરેલું
જીવન વીતે છે તે સ્થાન.
પહેલી ઢાળ ][ ૨૫