૧૨. ધાર્મમેઘા સમાધિા
હવે ધર્મમેઘ સમાધિ કહીએ છીએઃ —
ધર્મ કહેતાં અનંત ગુણ અથવા નિજધર્મઉપયોગ, તેની વિશુદ્ધતા
મેઘની જેમ વધી. જેમ મેઘ વરસે તેમ ઉપયોગમાં આનંદ વધ્યો –
વિશુદ્ધતા વધી. ચારિત્ર ઉપયોગમાં અનંત ગુણની શુદ્ધ પ્રતીતિ વેદના
થઈ. કેવળજ્ઞાનમાં લઈએ તો ત્યાં અનંત ગુણો વ્યક્ત થયા; જ્ઞાન
ઉપયોગમાં ચારિત્ર શુદ્ધ હોય (છતાં) ત્યાં કેવળજ્ઞાન ન પણ હોય.
બારમા ગુણસ્થાને ચારિત્ર શુદ્ધ તો છે પણ કેવળજ્ઞાન નથી; બારમા
ગુણસ્થાને યથાખ્યાતચારિત્ર છે અને તેરમે-ચૌદમે ગુણસ્થાને પરમ
યથાખ્યાત ચારિત્ર છે; તેથી ચારિત્ર અપેક્ષાએ ધર્મમેઘસમાધિ બારમા
ગુણસ્થાને થઈ. કેવળજ્ઞાનમાં (તો પરમાત્મદશા) વ્યક્ત છે તેથી ત્યાં
સાધકસમાધિ ન કહીએ. અહીં બારમા ગુણસ્થાનમાં સાધક છે,
અંતરાત્મા છે. આને ધર્મમેઘસમાધિ કહીએ.
તેમાં પણ શબ્દ, અર્થ અને જ્ઞાન એ ત્રણ ભેદ લગાડવા.
૧૩. અસંપ્રજ્ઞાત સમાધિા
હવે, તેરમી અસંપ્રજ્ઞાત સમાધિ કહીએ છીએઃ —
જેમાં પરવેદના નથી, નિજને જ વેદે છે, જાણે છે, પરનું
વિસ્મરણ છે, નિજ અવલોકન છે – તેને અસંપ્રજ્ઞાત (સમાધિ) કહીએ.
બારમા ગુણસ્થાનના અંત સમય સુધી તો ચારિત્ર વડે પરવેદના
મટેલી, કેમ કે ત્યાં મોહનો અભાવ થયો હતો; તેરમા ગુણસ્થાને જ્ઞાન
કેવળ અદ્વૈત થયું. ત્યાં જ્ઞાનમાં નિશ્ચયથી ( – તન્મયપણે) પરનું
જાણપણું નથી; વ્યવહારથી લોકાલોક પ્રતિબિંબિત થયા – તેથી એમ કહ્યું
કે આ સમાધિ ચારિત્ર વિવક્ષામાં બારમા ગુણસ્થાનના અંતે છે. કેવળ
(જ્ઞાન)માં વ્યક્ત છે, ત્યાં સાધકઅવસ્થા નથી, પ્રગટ પરમાત્મા છે.
૧૧૨ ]
ચિદ્દવિલાસ