Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 2 of 113
PDF/HTML Page 16 of 127

 

background image
૨ ]
ચિદ્દવિલાસ
લક્ષણ સત્ છે)’ એમ જિનાગમમાં કહ્યું છે. ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે
કે હે પ્રભો! (૧) ‘गुणसमुदायो द्रव्यं (અર્થાત્ ગુણોનો સમુદાય તે દ્રવ્ય
છે)’ એવું શ્રી જિનવચન છે, માટે એક સત્તામાત્રને (દ્રવ્યનું લક્ષણ
કહેવામાં) અનંત ગુણની સિદ્ધિ થતી નથી. (૨) વળી ‘ગુણ સમુદાય (તે
દ્રવ્ય છે)’ એમ કહેતાં
‘गुणपर्यायवद् द्रव्यं (અર્થાત્ ગુણપર્યાયવાળું દ્રવ્ય
છે)’ એવી સિદ્ધિ થતી નથી અને (૩) ‘द्रव्यत्वयोगाद् द्रव्यं (અર્થાત્
દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્ય છે)’ એવું પણ જો દ્રવ્યનું વિશેષણ (લક્ષણ)
કરો તો અમે કહીએ છીએ કે દ્રવ્ય સ્વતઃસિદ્ધ છે
તેથી તે વિશેષણ
જુઠું ઠરે છે, કેમકે તેને આધીન દ્રવ્ય નથી. [એ રીતે ઉપરનાં કોઈ
લક્ષણો નિર્બાધ સિદ્ધ થતાં નથીએવો શિષ્યનો પ્રશ્ન છે.]
તેનું સમાધાન કરીએ છીએઃ હે શિષ્ય! વસ્તુમાં મુખ્ય-ગૌણ
વિવક્ષાથી કથન કરવામાં આવે છે; ત્યાં (૧) જ્યારે ‘સત્તા’ની મુખ્યતા
કરીને કહીએ ત્યારે સત્તાને દ્રવ્યનું લક્ષણ કહેવામાં આવે છે. કેમકે સત્તા
‘છે’ એવા લક્ષણવાળી છે, તેથી ‘છે’ એવા લક્ષણમાં ‘ગુણોનો સમુદાય’,
‘ગુણ-પર્યાય’ અને ‘દ્રવ્યત્વ એ બધું આવી જાય છે, માટે સત્તાને દ્રવ્યનું
લક્ષણ કહેવામાં કોઈ દોષ કે વિરોધ નથી. (૨) ‘ગુણસમુદાય’ કહેતાં
તેમાં અગુરુલઘુ આવ્યો. અગુરુલઘુ ગુણમાં ષટ્ ગુણ વૃદ્ધિ-હાનિ (રૂપ)
પર્યાય આવી ગયો, તેથી ‘ગુણસમુદાય’માં પર્યાયની સિદ્ધિ થઈ; તેમાં જ
ગુણોમાં દ્રવ્યત્વ ગુણ પણ આવી ગયો. માટે
‘गुणसमुदायो द्रव्यं (અર્થાત્
ગુણોનો સમુદાય તે દ્રવ્ય છે)’ એ પણ વિવક્ષાથી પ્રમાણ છે. ‘गुणपर्यायवद्
द्रव्यं’ અર્થાત્ ગુણપર્યાયવાળું દ્રવ્ય છે)’ એમ કહેતાં તેમાં ‘સત્તા’ અને
‘સર્વ ગુણપર્યાય’ આવી ગયા, તેથી ‘ગુણપર્યાયવાન્ દ્રવ્ય’ એ પણ
૧. જુઓ પંચાધ્યાયી ગા. ૯૭.
૨. પંચાધ્યાયી ગા. ૭૩.
૩. તત્ત્વાર્થ સૂત્ર ૫
૩૮, પ્રવચનસાર ગા. ૯૫; પંચાધ્યાયી ગા. ૭૨.
૪. પંચાધ્યાયી ગા. ૮.