Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 3 of 113
PDF/HTML Page 17 of 127

 

background image
દ્રવ્ય અધિકાર[ ૩
વિવક્ષાથી પ્રમાણ છે. (૩) ‘द्रव्यत्वयोगाद् द्रव्यं’ અર્થાત્ દ્રવ્યત્વના સંબંધથી
દ્રવ્ય છે) એ પણ પ્રમાણ છેકઈ રીતે? (તે કહે છેઃ) ગુણપર્યાયોને
દ્રવ્યા વગર દ્રવ્ય ન હોય તેથી દ્રવવાપણું દ્રવ્યત્વ ગુણથી છે; (દ્રવ્ય પોતે)
દ્રવીને ગુણ-પર્યાયમાં વ્યાપીને તેને પ્રગટ કરે છે તેથી ગુણ-પર્યાયનું પ્રગટ
કરવાપણું દ્રવ્યત્વગુણથી છે. માટે દ્રવ્યત્વની વિવક્ષાથી
‘द्रव्यत्वयोगाद् द्रव्यं’
(અર્થાત્ દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્ય છે)’ એ પણ પ્રમાણ છે. ‘દ્રવ્ય
સ્વતઃસિદ્ધ છે’ એ પણ પ્રમાણ છે; કેમકે એ ચારેય દ્રવ્યનો સ્વતઃસ્વભાવ
છે, પોતાના સ્વભાવરૂપે દ્રવ્ય સ્વતઃ પરિણમે છે, તેથી સ્વતઃસિદ્ધ કહેવાય
છે. [આ રીતે ‘સત્તા’, ‘ગુણોનો સમુદાય’, ‘ગુણપર્યાયવાળું’, ને ‘દ્રવ્યત્વનો
સંબંધ’ એ ચારે લક્ષણો પ્રમાણ છે. તેમાંથી કોઈ એકને જ્યારે મુખ્ય
કરીને કહેવામાં આવે ત્યારે બાકીના ત્રણે લક્ષણો પણ તેમાં ગર્ભિતરૂપે
આવી જ જાય છે
એમ સમજવું.
દ્રવ્ય ગુણ-પર્યાયોને દ્રવે છે, ગુણ-પર્યાયો દ્રવ્યને દ્રવે છે, તેથી
તેઓ ‘દ્રવ્ય’ એવું નામ પામે છે. દ્રવ્યાર્થિકનયવડે દ્રવ્યનાં જે વિશેષણ
છે તેના અનેક ભેદ છે.
(તે આ પ્રમાણેઃ)
અભેદ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને પોતાના સ્વભાવથી અભેદ બતાવે છે;
ભેદ કલ્પનાઃ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને ભેદરૂપ બતાવે છે;
શુદ્ધ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને શુદ્ધ બતાવે છે; અન્વયદ્રવ્યાર્થિકનય દ્રવ્યને
ગુણાદિ સ્વભાવરૂપ બતાવે છે; સત્તા-સાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને)
સત્તારૂપ બતાવે છે; અનંત જ્ઞાનસાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) જ્ઞાનસ્વરૂપ
બતાવે છે; દર્શનસાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) દર્શનરૂપ બતાવે છે;
અનંતગુણ સાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) અનંતગુણરૂપ બતાવે છે
ઇત્યાદિ અનેક વિશેષણો દ્રવ્યનાં છે તે, દ્રવ્યમાં નયપ્રમાણ વડે સાધવા
[ઉપર જે અભેદ, ભેદ, શુદ્ધ ઇત્યાદિ પ્રકારો કહ્યા તે બધા દ્રવ્યના
વિશેષણો-લક્ષણો છે, અને તે બધાના વિશેષ્યરૂપ લક્ષ્યરૂપ દ્રવ્ય છે.]
જુઓ, આલાપપદ્ધતિ પૃ. ૬૯ થી ૭૨