દ્રવ્ય અધિકાર[ ૫
એકલા ગુણને જ માનીએ તો તે ‘આકાશના ફૂલ’ની જેમ કહેવા માત્ર
જ ઠરે. ગુણી વગર ગુણ કઈ રીતે હોય? – ન હોય. એક જ્ઞાન ગુણ તો
માન્યો (પણ દ્રવ્ય ન માન્યું ) તો દ્રવ્ય વગર જ્ઞાન જ વસ્તુ નામ પામ્યું,
ત્યારે જ્ઞાન વસ્તુ ઠરી. એ રીતે અનંત ગુણો અનંત વસ્તુ થઈ જાય,
એમ થતાં વિપરીતતા થાય છે, એમ તો નથી. બધા ગુણોનો આધાર
એક વસ્તુ છે, તેને દ્રવ્ય કહેવાય છે.
કોઈ પ્રશ્ન કરે છે કેઃ આ ‘દ્રવ્ય’ છે તે વસ્તુ છે કે વસ્તુની
અવસ્થા છે?
તેનું સમાધાનઃ – વસ્તુનું સ્વરૂપ સામાન્ય-વિશેષનાં એકાંતરૂપ છે;
દ્રવીભૂત (દ્રવ્યત્વ) ગુણ વડે ‘દ્રવ્ય’ કહેવાય છે દ્રવ્યત્વવડે તે વસ્તુની
અવસ્થા ‘દ્રવ્ય’રૂપ થઈ, તે વસ્તુ જ છે; વિશેષણથી વિશેષ સંજ્ઞા હોય
છે. સ્યાદ્વાદમાં વિરોધ નથી; અપેક્ષા સહિત નયથી વસ્તુની સિદ્ધિ છે.
કહ્યું છે કેઃ —
मिथ्यासमूहो मिथ्या चेन्न मिथ्यैकांततास्ति नः ।
निरपेक्षा नया मिथ्या सापेक्षा वस्तुःतेऽर्थकृत् ।।१०८।।
(આચાર્ય શ્રી સમન્તભદ્ર કૃત દેવાગમ સ્તોત્ર)
ઉપરના પદમાં શ્રી આચાર્યદેવ કહે છે કેઃ — જે નય પરસ્પર
અપેક્ષા રહિત છે તે તો મિથ્યા છે અને જે નય પરસ્પર અપેક્ષા સહિત
છે તે વસ્તુસ્વરૂપ છે ને પ્રયોજન સિદ્ધ કરે છે. જે મિથ્યાનયોનો સમૂહ
છે તે તો મિથ્યા છે. વળી અમારા (સ્યાદ્વાદીના) મતમાં જે નયોનો
સમૂહ છે તે મિથ્યા નથી.
માટે આ (ઉપર પ્રમાણે) દ્રવ્યનું કથન સિદ્ધ થયું.