૬ ]
ચિદ્દવિલાસ
ગુણ અધિાકાર
હવે ગુણ-અધિકારમાં ગુણનું કથન કરીએ છીએઃ ‘द्रव्यं द्रव्यात्
गुण्यंते ते गुणाः उच्यंते१’ (અર્થાત્ એક દ્રવ્યને બીજાં દ્રવ્યોથી ભિન્ન જણાવે
તેને ગુણ કહેવાય છે.) ગુણો વડે દ્રવ્ય જુદાં જણાય છે. ચેતનગુણ વડે
જીવ જણાય છે. એક ‘અસ્તિત્વ’ ગુણ છે, (તે) સાધારણ છે. (તે
અસ્તિત્વ ગુણ) મહાસત્તાની વિવક્ષાથી બધા (દ્રવ્યો)માં રહેલો છે; (અને)
અવાન્તર સત્તા (ની વિવક્ષાથી) બધા (દ્રવ્ય) ને પોતપોતાનું અસ્તિત્વ૨ છે
ત્યાં સ્વરૂપસત્તા ત્રણ પ્રકારે છે૩ – દ્રવ્યસત્તા, ગુણસત્તા ને પર્યાયસત્તા. તેમાં
‘દ્રવ્ય છે’ તેને દ્રવ્યસત્તા કહીએ. દ્રવ્ય (નું સ્વરૂપ) તો કહ્યું. હવે, ‘ગુણ
છે’ તેને ગુણ સત્તા કહીએ. ગુણો અનંત છે. સામાન્ય વિવક્ષામાં અનંત
જ પ્રધાન છે. વિશેષ વિવક્ષામાં જે ગુણને પ્રધાન કરીએ તે મુખ્ય છે, (ને)
બીજા ગૌણ છે, તેથી મુખ્યતા – ગૌણતા (રૂપ) ભેદ, વિધિ – નિષેધ (રૂપ)
ભેદ જાણવા; સામાન્ય વિશેષમાં બધું સિદ્ધ થાય છે, નય વિવક્ષા (તથા)
પ્રમાણ વિવક્ષા (તે) યુક્તિ છે. યુક્તિ પ્રધાન છે, યુક્તિ વડે વસ્તુને
સાધીએ. (આ સંબંધી) ‘નયચક્ર’ ગ્રંથમાં કહ્યું છે કેઃ —
तच्चाणेसणकाले समयं बुज्झेहि जुत्तिमग्गेण ।
णो आराहणसमये पच्चक्खो अणुहवो जह्मा ।।२६८।।
અર્થાત્ તત્ત્વના અવલોકનકાળે પદાર્થને યુક્તિમાર્ગથી જાણવો
જોઈએ, પરંતુ આરાધન વખતે તો પ્રત્યક્ષ અનુભવ હોવાથી ત્યાં યુક્તિની
જરૂર નથી.
૧. આલાપપદ્ધતિ પૃ. ૮૭.
૨. પ્રવચનસાર ગા. ૯૬.
૩. પ્રવચનસાર ગા. ૧૦૭.