ગુણ અધિકાર[ ૭
માટે નય (અને) પ્રમાણ (તે) યુક્તિ છે એમ જાણવું.
‘ગુણસત્તા’માં અનંત ભેદ છે તે ગુણના અનંત ભેદ છે. એક
સૂક્ષ્મગુણના અનંત પર્યાયો છે, જ્ઞાનસૂક્ષ્મ, દર્શનસૂક્ષ્મ એ જ રીતે બધા
ગુણો સૂક્ષ્મ જાણવા; સૂક્ષ્મ (ગુણ)ના પર્યાયો છે. – સૂક્ષ્મગુણનો જ્ઞાનસૂક્ષ્મ
પર્યાય જ્ઞાયકતારૂપ અનંતશક્તિમય નૃત્ય કરે છે; એક જ્ઞાન – નૃત્યમાં
અનંત ગુણનો ઘાટ જાણવામાં આવ્યો છે તેથી (તે અનંત ગુણનો ઘાટ)
જ્ઞાનમાં છે; અનંત ગુણના ઘાટમાં એકેક ગુણ અનંતરૂપે થઈને પોતાના
જ લક્ષણને ધારે છે, તે કળા છે; એકેક કળા ગુણરૂપ હોવાથી અનંતરૂપને
ધારે છે; એકેક રૂપ જે રૂપે થયું તેની અનંત સત્તા છે; એકેક સત્તા અનંત
ભાવને ધરે છે; એકેક ભાવમાં અનંત રસ છે; એકેક રસમાં અનંત
પ્રભાવ છે. ✽ – આ પ્રકારે આવા ભેદો અનંત સુધી જાણવા.
એકેક ગુણ સાથે બીજા ગુણને લગાડવાથી અનંત સપ્તભંગી સાધી
શકાય છે (અર્થાત્ એક ગુણમાં બીજા ગુણની અપેક્ષા લઈને તેમાં અનંત
સપ્તભંગી ઊતરે છે). તેનું કથનઃ – (અહીં સત્તા ગુણ સાથે જ્ઞાન ગુણની
અપેક્ષા લઈને સપ્તભંગનું સ્વરૂપ વિચારે છે)ઃ –
સત્તા જ્ઞાનરૂપ છે કે નથી? – (૧) જો સત્તા જ્ઞાનરૂપ કહીએ તો
(જ્ઞાનગુણ સત્તાગુણના આશ્રયે ઠરે, અને એમ થતાં), ‘द्रव्याश्रया निर्गुणा
गुणा’१ આ સૂત્રમાં ગુણમાં ગુણની મના કરી છે તે સૂત્ર જુઠું ઠરે છે.
(અને) (૨) જો (સત્તાને) જ્ઞાનરૂપ ન માનીએ તો (તે) જડ ઠરે છે.
તેથી સપ્તભંગ સાધીએ છીએ. તે આ પ્રમાણેઃ –
(૧) કેવળ ચૈતન્યનું અસ્તિત્વ છે એમ જ્યારે કહીએ ત્યારે (સત્તા)
જ્ઞાનરૂપ છે (સ્યાત્ અસ્તિ).
✽વિસ્તાર – વર્ણન માટે જુઓ; આજ ગ્રંથકર્તાકૃત અધ્યાત્મ પંચસંગ્રહ – સવૈયા
ટીકાઃ પૃષ્ઠ. ૧ – ૨.
૧. તત્ત્વાર્થસૂત્ર ૫ – ૪૧.