૧૨ ]
ચિદ્દવિલાસ
જ્ઞાનગુણનું સ્વરુપ
હવે જ્ઞાનગુણનું સ્વરૂપ કહીએ છીએ. જ્ઞાન જાણપણું એ રીતે
નિર્વિકલ્પ છે, તે સ્વજ્ઞેયને જાણે છે; તે પરજ્ઞેયોને જાણવામાં, જ્ઞાન
નિશ્ચયથી જાણે તો જ્ઞાન જડ થાય – તાદાત્મ્યવૃત્તિથી એક થઈ જાય; તેથી
નિશ્ચયથી તો ન જાણે, ઉપચારથી જાણે તો સર્વજ્ઞતા કઈ રીતે [બને]?
જો ઉપચારમાત્ર તો જૂઠો છે તો સર્વજ્ઞ[પણું] જૂઠું થાય, તે ન બને.
તેનું સમાધાાન : – જેમ અરીસામાં ઘડો – વસ્ત્ર વગેરે દેખાય છે,
ત્યાં જે ‘દેખવું’ તે તો ઉપચાર દર્શન નથી, [ તેમ જ્ઞાન] જ્ઞેયોને પ્રત્યક્ષ
દેખે છે તે તો જૂઠું નથી; પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં
સ્વ – પરપ્રકાશક શક્તિ છે, તે પોતાના સ્વરૂપ – પ્રકાશનમાં નિશ્ચળ
વ્યાપ્ય – વ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે; પરનું પ્રકાશન તો છે,
પરંતુ વ્યાપકરૂપ એકતા નથી [અર્થાત્ પરને જાણતાં જ્ઞાન પર સાથે
એકમેક થતું નથી], તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુશક્તિ ઉપચાર નથી૧
એ વાત વિશેષ લખીએ છીએઃ –
કોઈ એક મિથ્યાવાદી એમ માને છે કે જ્ઞેયોનું જાણપણું છે તે
જ અશુદ્ધતા છે, જ્યારે તે મટશે ત્યારે અશુદ્ધતા મટશે૨ પરંતુ એમ તો
નથી, કેમકે જ્ઞાન વિષે એવી સ્વ – પરપ્રકાશકતા પોતાના સહજ ભાવથી
છે, તે અશુદ્ધભાવ નથી. અરૂપી આત્મપ્રદેશોનો પ્રકાશ લોક – અલોકના
આકારરૂપ થઈને મેચક ઉપયોગ [અનેકાકાર ઉપયોગ] થયો છે. આ
"
૧. જુઓ, સમયસાર ગા. ૩૫૬ થી ૩૬૫ ઉપર જયસેનાચાર્યની ટીકામાં
પૃ. ૪૬૬ – ૪૬૭.
૨. જુઓ, સમયસાર કલશ – ૨૫૧;