૧૪ ]
ચિદ્દવિલાસ
દ્રવ્ય – પર્યાયરૂપ છે; દ્રવ્યરૂપ નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુ, પર્યાય માત્ર
સ્વજ્ઞેય – પરજ્ઞેયને જાણે છે. જ્ઞેયના પર્યાય વડે જ્ઞાનનું પર્યાયરૂપ થવા વડે
જ્ઞાન જ્ઞેયોના અવલંબને છે. [જે જ્ઞેયોને જાણવારૂપ પરિણતિ છે તે
જ્ઞાનનો પર્યાય છે, તેથી જ્ઞાનનો પર્યાય કહેતાં જ્ઞાન જ્ઞેયના અવલંબને
છે એમ કહેવામાં આવે છે.] અને વસ્તુમાત્ર [કહેતાં] પોતાના અવલંબને
છે.
[૨] જ્ઞાનને પર્યાય માત્ર કહેતાં અનેક છે, વસ્તુમાત્ર [કહેતાં] એક
છે.
[૩] જ્ઞાન પર્યાયમાત્ર [કહેતાં] નાસ્તિ છે, વસ્તુમાત્ર [કહેતાં]
અસ્તિ છે.
[૪] [જ્ઞાન] પર્યાયમાત્ર [કહેતાં] અનિત્ય છે, વસ્તુમાત્ર [કહેતાં]
નિત્ય છે.
આ પ્રમાણે સમાધાન કરવું તે સ્યાદ્વાદ છે, અને એ જ પ્રમાણે
વસ્તુનું સ્વરૂપ છે.
જ્ઞાન વસ્તુ પોતાના અસ્તિત્વપણાથી ચાર ભેદવાળી છે. જ્ઞાનમાત્ર
જીવ સ્વદ્રવ્યપણે અસ્તિ, સ્વક્ષેત્રપણે અસ્તિ, સ્વકાળપણે અસ્તિ અને
સ્વભાવપણે અસ્તિ [છે], [તે] પરદ્રવ્યપણે નાસ્તિ, પરક્ષેત્રપણે નાસ્તિ,
પરકાળપણે નાસ્તિ ને પરભાવપણે નાસ્તિ [છે]. જ્ઞાનનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-
ભાવ જ્ઞેયમાં નથી. જ્ઞેયનાં [ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ] જ્ઞાનમાં નથી. જ્ઞાનના
પોતાના નિજ લક્ષણની અપેક્ષાવડે [અને] અન્ય ગુણ લક્ષણ નિરપેક્ષતા
વડે જ્ઞાનની સંજ્ઞા – સંખ્યા
– લક્ષણ – પ્રયોજનતા જ્ઞાનમાં છે, અન્યની નથી.
અન્ય ગુણોની સંજ્ઞા – સંખ્યા – લક્ષણ – પ્રયોજનતા અન્ય ગુણોમાં છે.
(વળી ) તેમાં કોઈ એક વિશેષ ભેદ લખીએ છીએ, તે વિશેષ
જ્ઞાનથી વિશેષ સુખ છે, જ્ઞાન [અને] આનંદનું સામીપ્યપણું છે.
તેથી જ્ઞાનવિષે સાત ભેદ છે, તે આ પ્રમાણેઃ – ૧ – નામ,