જ્ઞાનગુણનું સ્વરૂપ[ ૧૫
૨ – લક્ષણ, ૩ – ક્ષેત્ર, ૪ – કાળ, ૫ – સંખ્યા, ૬ – સ્થાનસ્વરૂપ અને ૭ – ફળ
એ સાત ભેદ કહીએ છીએઃ –
૧. નામ – ‘જ્ઞાન’ એવું નામ શા માટે કહેવું? [ તે કહે છે.]
‘ज्ञानोति ज्ञानं [અર્થાત્ જે જાણે છે તે જ્ઞાન છે]’ એના વડે જાણવામાં
આવે છે તેથી જ્ઞાન કહીએ; જે [પોતે] જાણે છે [અથવા] જેના વડે
જીવ જાણે છે, તેથી [તેનું] ‘જ્ઞાન’ નામ છે.
૨. લક્ષણ – જ્ઞાનનું લક્ષણ સામાન્યપણે નિર્વિકલ્પ છે, તે જ સ્વ –
પર પ્રકાશક છે. વિશેષ એમ કહીએ છીએ [કે] જો [જ્ઞાન], કેવળ
સ્વસંવેદજ [અર્થાત્ માત્ર પોતાને જ જાણનાર] છે, તે સ્વ – પર પ્રકાશક
નથી તો મહા દૂષણ થાય; સ્વપદની સ્થાપના પરના સ્થાપનથી છે. પરની
સ્થાપનાની અપેક્ષા દૂર કરવામાં આવે તો સ્વનું સ્થાપન પણ સિદ્ધ થતું
નથી. માટે સ્વ – પર પ્રકાશક શક્તિ માનવાથી સર્વ સિદ્ધિ છે, આમાં કાંઈ
સંદેહ નથી.
[પ્રશ્ન : – ] જ્ઞાન અનંત ગુણોને જાણે છે, એક દર્શનને પણ તે
જાણે છે, દર્શનમાત્રને જાણતું હોવાથી [તે] એકદેશ જ્ઞાન છે કે સર્વદેશ
જ્ઞાન છે? [૧] [માત્ર દર્શનને જાણનારા જ્ઞાનને] જો સર્વદેશ કહો તો
તે સર્વદેશ સંભવતું નથી [કારણ કે] તે માત્ર દર્શનને જ જાણનારું ન
રહ્યું પણ બધાને જાણનારું ઠર્યું. [૨] [અને જો તે જ્ઞાનને] એકદેશ
અંશકલ્પના છે, [એમ કહો તો] તે કેવળજ્ઞાનમાં સંભવતી નથી.
તેનું સમાધાાન : – દર્શનમાં સર્વદર્શિત્વ શક્તિ છે,૧ તેથી તેને
જાણતાં સર્વ જાણ્યું, – એક તો આ ન્યાય છે. [વળી] યુગપત્ સર્વ ગુણોને
જાણતાં તેમાં દર્શનને પણ જાણ્યું, યુગપત્ જાણવામાં વિકલ્પ નથી. એક
જ નિરાવરણ જાણવાથી સર્વ ગુણો નિરાવરણ જાણ્યા. જેમ એક
આત્માના અસંખ્ય પ્રદેશ, પ્રદેશ – પ્રદેશમાં અનંત ગુણ [અને] ગુણ –
૧. ગુજ૦ સમયસાર પૃ. ૫૦૪;