૧૬ ]
ચિદ્દવિલાસ
ગુણમાં અસંખ્ય પ્રદેશ. તે એક પ્રદેશ નિરાવરણ થતાં સર્વ પ્રદેશો
નિરાવરણ થયા; એકને જાણે તે સર્વને જાણે, સર્વને જાણે તે એકને
જાણે,૧ એમ આગમમાં કહ્યું છે; [તેથી] નિરાવરણ એક દર્શનને
જાણવામાં સર્વદેશ જ્ઞાન સિદ્ધ થાય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે – દર્શન નિરાકાર છે, તેને જાણવાથી
જ્ઞાન પણ નિરાકાર થયું?
તેનું સમાધાાન : – દર્શન ગુણ દેખવામાત્ર લક્ષણને ધારણ કરે છે;
અને સર્વદર્શિત્વ શક્તિને ધારણ કરે છે એ દર્શનનું વિશેષ છે; તેને
(જ્ઞાન) જાણે છે. (તેથી દર્શનને જાણનારું જ્ઞાન નિરાકાર નથી) – એક
તો આ સમાધાન છે. બીજું વિશેષ એ છે કે જ્ઞાનની સર્વજ્ઞ શક્તિમાં
સર્વને જાણતાં દર્શન પણ આવ્યું; બધા ગુણોનું જાણપણું મુખ્ય થયું તેમાં
દર્શન પણ આવી ગયું, પણ તે જ્ઞાન તે રૂપ (થયું) – એમ ન કહીએ
(અર્થાત્ અનંત ગુણો સાથે દર્શનને જાણવા છતાં જ્ઞાન તે દર્શનરૂપે થઈ
જતું નથી) જ્ઞાનની શક્તિ યુગપત્ – બધાને એક સાથે – જાણવાની છે તેથી
(જ્ઞાનને) જુદું વિશેષણ (ગુણ) લેવું. જેમ પાંચ રસ જેમાં ગર્ભિત છે
એવો રસ કોઈએ ચાખ્યો, ત્યાં એમ કહેવાનું બનતું નથી કે આ પુરુષે
મધુર રસ ચાખ્યો. તેમ દર્શન અનંત ગુણોમાં આવી ગયું, એક (જુદા
દર્શન-ગુણ)ની કલ્પના કરવાનું બનતું નથી – એમ જાણવું.
જ્ઞાન પોતાના સત્પણાથી સત્તારૂપ છે, જ્ઞાન પોતાના સૂક્ષ્મત્વથી
સૂક્ષ્મરૂપ છે, જ્ઞાન પોતાના વીર્યથી અનંત બળરૂપ છે, જ્ઞાન પોતાના
અગુરુલઘુત્વથી અગુરુલઘુરૂપ છે – એ પ્રમાણે અનંત ગુણોનાં લક્ષણ
જ્ઞાનમાં આવે છે. જ્ઞાન ત્રિકાળવર્તી સર્વને એક સમયમાં યુગપત્ જાણે છે.
ત્યાં, આ પ્રશ્ન ઊઠે છે કે – આત્માને ભવિષ્યકાળના સમય-
સમયમાં જે પરિણામદ્વારા જે સુખ થશે તે તો જ્ઞાનમાં આવી પ્રતિભાસ્યું,
૧. પ્રવચનસાર ગા. ૪૮ – ૪૯.