Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 17 of 113
PDF/HTML Page 31 of 127

 

background image
જ્ઞાનગુણનું સ્વરૂપ[ ૧૭
(તો પછી) સ્વસંવેદન પરિણતિનું સુખ સમયે સમયે નવું નવું કહેવાનું
કઈ રીતે રહ્યું?
તેનું સમાધાાન :જ્ઞાનભાવમાં ભવિષ્યકાળ થતાં જે પરિણામ
વ્યક્ત થશે ત્યારે તે સુખ વ્યક્ત થશે. અહીં (વર્તમાનમાં) વ્યક્ત પરિણામ
થયા તેથી સુખ છે; પરિણામ એક સમય જ રહે છે તેથી સમયમાત્ર
પરિણામનું સુખ છે, જ્ઞાનનું સુખ યુગપત્ છે. પરિણામનું (સુખ) સમય
માત્રનું છે (તેથી) સમય સમયના પરિણામ જ્યારે આવે ત્યારે વ્યક્ત
સુખ થાય. ભવિષ્યકાળના પરિણામ જ્ઞાનમાં આવ્યા, પણ થયા નથી,
તેથી પરિણામનું સુખ ક્રમવર્તી છે, તે તો સમયે સમયે નવું નવું થાય
છે. જ્ઞાનનો ઉપયોગ યુગપત્ છે, તે ઉપયોગ પોત પોતાના લક્ષણને
ધારણ કરે છે તેથી પરિણામનું સુખ નવું કહીએ (અને) જ્ઞાનનું સુખ
યુગપત્ છે. જ્ઞાનની અન્વય અને યુગપત્રૂપ શક્તિ છે, તેના પર્યાયની
વ્યતિરેકરૂપ શક્તિ (છે, તે) વ્યાપકરૂપ થઈને અન્વયરૂપ થાય છે*.
અન્વય યુગપત્ છે એકેક સમયના પરિણામદ્વારમાં આવે છે, તેને
પરિણમેલું જ્ઞન કહે છે, અથવા જ્ઞાનરૂપે જ્ઞાન પરિણમે છે ત્યારે વ્યતિરેક
શક્તિરૂપ જ્ઞાન થાય છે. અન્વય-વ્યતિરેક પરસ્પર એક-બીજારૂપ થાય
છે (અર્થાત્ તે બંને અવિનાભાવીરૂપ છે,) તેથી (જ્ઞાનનું) પરમ લક્ષણ
જે વેદકતા, તેમાં (તે બંને) છે. વેદકતા (જાણવાપણું) પરિણામથી (છે);
પરિણામ, દ્રવ્યત્વગુણના પ્રભાવથી દ્રવ્યગુણના આકારે થાય છે (અને)
દ્રવ્ય-ગુણો પર્યાયના આકારે થાય છે. આ પ્રમાણે જ્ઞાનના ઘણા ભેદો
સધાય છે. (અહીં) જ્ઞાનનું લક્ષણ જાણપણું છે તે નિશ્ચિત થયું. તેનો
બીજો વિસ્તાર છે.
(પૂર્વે જ્ઞાન વિષે સાત ભેદ કહ્યા હતા તેમાંથી નામ અને લક્ષણ
એ બે ભેદનું વિવેચન અહીં પૂરું થયું. હવે ત્રીજા ભેદનું વિવેચન કરે
છે.)
જુઓ ગુજ૦ પ્રવચનસાર ગા. ૧૧૧ ટીકા પૃ. ૧૯૨.