૧૮ ]
ચિદ્દવિલાસ
હવે જ્ઞાનનું ક્ષેત્ર કહીએ છીએ.
૩. ક્ષેત્ર – (જ્ઞાનનું ક્ષેત્ર) અસંખ્યાત પ્રદેશ ભેદ વિવક્ષામાં કહીએ.
અને અભેદમાં જાણનમાત્ર વસ્તુનું સત્ત્વ (જેટલામાં છે તેટલું) ક્ષેત્ર છે.
૪. કાળ – જેટલી જ્ઞાનની મર્યાદા છે તેટલો જ્ઞાનનો કાળ છે.
(સામાન્ય અપેક્ષાએ જ્ઞાનનો કાળ અનાદિ અનંત છે અને વિશેષ
અપેક્ષાએ જ્ઞાનનો કાળ એક સમય છે.)
૫. સંખ્યા – જ્ઞાન માત્ર વસ્તુ સામાન્યતાથી એક છે (અને)
પર્યાયથી અનંત છે, શક્તિ અનંત છે. ભેદ કલ્પનામાં દર્શનને જાણે તે
‘દર્શનનું જ્ઞાન’ (એવું) નામ પામે, સત્તાને જાણે તે ‘સત્તાનું જ્ઞાન’ (એવું)
નામ પામે; તેથી કલ્પના કરતાં ભેદ સંખ્યા છે. નિર્વિકલ્પ અવસ્થામાં
એક છે. આ સંખ્યા જો પ્રદેશમાં ગણીએ તો જ્ઞાનના અસંખ્યાત પ્રદેશો
છે.
૬. સ્થાનસ્વરુપ – જ્ઞાનમાત્ર વસ્તુનું સ્થાનક જ્ઞાનમાત્ર વસ્તુમાં છે
તેથી (જ્ઞાન) જ્ઞાનસ્વરૂપ પોતાના સ્થાનકમાં છે, તે જ સ્થાનસ્વરૂપ
કહીએ. (જે જ્ઞાન,) દર્શનને જાણે તે દર્શનને જાણવાનું સ્થાનસ્વરૂપ
દર્શનનું જ્ઞાન છે – એવી ભેદ કલ્પના ઊઠે છે, જ્ઞાતા જાણે છે.
૭. ફળ – જ્ઞાનનું ફળ છે તે જ્ઞાન છે, એક તો એમ છે, કેમકે
એકનું ફળ બીજું ન હોય, (કોઈ ગુણ) નિજલક્ષણને ન તજે, ગુણમાં
ગુણ હોય નહિ, માટે (જ્ઞાનનું) નિર્વિકલ્પ નિજલક્ષણ ફળ છે. જેમ પોતે
પોતાને સંપ્રદાન કરે તેમ (જ્ઞાનનું) પોતાનું ફળ સ્વભાવપ્રકાશ છે. બીજું,
જ્ઞાનનું ફળ ✽
સુખ કહીએ. બારમા ગુણસ્થાને મોહ ગયો, પણ અનંત
✽પ્રવચનસાર ગા. ૫૪ હેડિંગ તથા ગા. ૫૯-૬૦-૬૧
ज्ञान समान न आन जगत में सुखको कारण ।
यह परमामृत जन्मजरामृतु-रोग-निवारण ।।
છહઢાળાઃ ૪ – ૩