૨૦ ]
ચિદ્દવિલાસ
દર્શનગુણનું સ્વરુપ
હવે દર્શનના ભેદ કહીએ છીએઃ —
જે દેખે છે તે દર્શન છે અથવા જેના વડે જીવ દેખે છે તેને દર્શન
કહીએ. નિરાકાર ઉપયોગરૂપ દ્રશિ૧ (દર્શન) શક્તિ છે. આ સંબંધમાં
જિનાગમમાં એમ કહ્યું છે કે ‘निराकारं दर्शनं, साकारं ज्ञानं (એટલે કે
દર્શન નિરાકાર છે અને જ્ઞાન સાકાર છે અર્થાત્ દર્શનનો વિષય નિરાકાર
છે અને જ્ઞાનનો વિષય સાકાર છે.) જો દર્શન ગુણ ન હોય તો વસ્તુ
અદ્રશ્ય થતાં સર્વ વસ્તુઓનું જ્ઞાન જ ન થાય અને એમ થતાં જ્ઞેયોનો
અભાવ ઠરે, માટે દર્શન પ્રધાન ગુણ છે.
‘सामान्यं दर्शनं विशेषं ज्ञानं’ [દર્શન સામાન્ય છે અને જ્ઞાન વિશેષ
છે અર્થાત્ દર્શનનો વિષય સામાન્ય છે ને જ્ઞાનનો વિષય વિશેષ છે – ]
એમ (આગમમાં) કહ્યું છે. કોઈ એક વક્તાએ ‘સિદ્ધસ્તોત્ર’ની ટીકા કરી
છે તેણે તથા બીજાએ પણ એમ કહ્યું છે કે સામાન્ય શબ્દનો અર્થ આત્મા
કહ્યો છે, [તેથી] આત્માનું અવલોકન તે દર્શન છે અને સ્વ – પરનું
અવલોકન તે જ્ઞાન છે. [પરંતુ] એમ કહેવાથી એક ગુણ જ ઠરે [કેમકે]
જે દર્શન આત્મ-અવલોકનમાં હતું તે જ પરઅવલોકનમાં આવ્યું;
આવરણ બે ન હોય. પરંતુ આ કથન તો નિઃસંદેહ છે કે જ્ઞાનાવરણ
અને દર્શનાવરણ એ બે જતાં સિદ્ધ ભગવાનને (કેવળજ્ઞાન અને
કેવળદર્શન) એવા બે ગુણો પ્રગટે છે.
[વળી જો] આત્માનું અવલોકન જ દર્શન હોય તો સર્વદર્શિત્વ
૧. જુઓ સમયસાર ગુજરાતી પૃ. ૫૦૩