દર્શન ગુણનું સ્વરૂપ[ ૨૧
શક્તિનો અભાવ થાય (પરંતુ આગમમાં) તે સર્વદર્શિત્વ શક્તિ કહી છે.
સિદ્ધાંતનું એવું વચન છે કે ‘विश्वविश्वसामान्यभावपरिणामात्मदर्शनमयी
सर्वदर्शित्वशक्तिः’१ [સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવારૂપે (અર્થાત્
સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તામાત્ર ગ્રહવારૂપે) પરિણમેલા
એવા આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ] આમ સમયસારના ઉપન્યાસ
[ – પરિશિષ્ટ]માં કહ્યું છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે – દર્શનને નિરાકાર કહ્યું [પરંતુ]
સર્વદર્શિત્વ શક્તિમાં તો સર્વજ્ઞેયોને દેખવાથી [તે] નિરાકાર ન રહ્યું?
તેનું સમાધાન – ગોમ્મટસારજી (જીવકાંડ)માં કહ્યું છે કેઃ –
भावाणं सामण्णविसेसयाणं सरूवमेत्तं जं ।
वण्णणहीणग्गहणं जीवेण य दंसणं होदि ।।४८३।।
[અર્થ : – જીવદ્વારા જે સામાન્યવિશેષાત્મક પદાર્થોની સ્વપરસત્તાનું
નિર્વિકલ્પરૂપે અવભાસન થાય છે તેને દર્શન કહે છે.]
ટીકા : – ‘‘भावानां सामान्यविशेषात्मकपदार्थानां यत्स्वरूपमात्र
विकल्परहितं यथा भवति तथा जीवेन सह स्वपरसत्तावभासनं तद्दर्शन भवति ।
पश्यति दृश्यते अनेन दर्शनमात्र वा दर्शनं’’ —
આ કથનમાં, સામાન્ય વિશેષમય સર્વ પદાર્થોનું સ્વરૂપ માત્ર,
વિકલ્પરહિત, જીવ સહિત સ્વ-પરનું ભાસવું (તેને) દર્શન કહીએ. આ
કથનમાં, બન્ને સિદ્ધ થયા. નિરાકાર તો વિકલ્પરહિત સ્વરૂપમાત્રના
ગ્રહણમાં સિદ્ધ થયું. સર્વદર્શી(ત્વ) સર્વ પદાર્થના ગ્રહણમાં સિદ્ધ થયું;
તેથી આ કથન પ્રમાણ છે.
આ કથનમાં આ વિવક્ષા લેવી કે પોતાનું સ્વરૂપમાત્ર (તે) સ્વ
લેવું, તે જ સામાન્ય થયું માટે એ લેવું, અને ગુણપર્યાયના ભેદરૂપ પર
કહેતાં નિર્વિકલ્પ સ્વરૂપથી બીજો ભેદ તે જ વિશેષ થયું આવું સામાન્ય –
૧. ગુજ૦ સમયસાર પૃ. ૫૦૪