૨૨ ]
ચિદ્દવિલાસ
વિશેષ(પણું) સર્વ ભાવોમાં (બધા પદાર્થોમાં) છે. તદાત્મક (સામાન્ય
વિશેષાત્મક) વસ્તુના નિર્વિકલ્પ સ્વરૂપ માત્રનું અવભાસન (તેને) દર્શન
કહીએ.
(પૂર્વે જેમ જ્ઞાન વિષે સાત ભેદ કહ્યા હતા તેમ) દર્શન વિષે પણ
સાત ભેદ છે, તે કહીએ છીએઃ –
(૧) (નામ – ) દર્શન એવું નામ, દેખવાથી પડયું તેથી (દર્શન)
તે નામ છે.
(૨) (લક્ષણ – ) દેખવામાત્ર લક્ષણ છે.
(૩) (ક્ષેત્ર – ) અસંખ્યાત પ્રદેશમાં ક્ષેત્ર છે.
(૪) (કાળ – ) દર્શનની સ્થિતિની મર્યાદાને કાળ કહીએ.
(૫) (સંખ્યા – ) વસ્તુરૂપે એક છે, શક્તિ (અને) પર્યાયે અનેક
છે. તે સંખ્યા છે.
(૬) (સ્થાન સ્વરુપ – ) (દર્શન) વસ્તુ પોતાના સ્થાનમાં પોતાના
સ્વરૂપને ધારીને રહે છે તે સ્થાનસ્વરૂપ છે.
(૭) (ફળ – ) આનંદ (તેનું) ફળ છે, (અથવા) વસ્તુ ભાવવડે
આ દર્શનનો શુદ્ધ પ્રકાશ તે જ (તેનું) ફળ છે. વિવક્ષાઓ અનેક છે તે
પ્રમાણ છે.
આ રીતે દર્શનનું સંક્ષેપમાત્ર કથન કહ્યું.