[ ૨૩ ]
ચારિત્રનું સ્વરુપ
હવે ચારિત્રનું કથન કહીએ છીએઃ –
આચરણનું નામ ચારિત્ર છે. (જે) આચરે અથવા જેના વડે
આચરણ કરવામાં આવે તેને ચારિત્ર કહીએ. ચારિત્ર પરિણામવડે વસ્તુને
આચરીએ તે ચારિત્ર (છે). ચરણ માત્ર ચારિત્ર છે, આ નિર્વિકલ્પ છે;
નિજાચરણ જ છે, પરનો ત્યાગ છે એ પણ ચારિત્રનો ભેદ છે. દ્રવ્ય
વિષે સ્થિરતા-વિશ્રામ-આચરણને દ્રવ્યાચરણ કહીએ; ગુણ વિષે સ્થિરતા-
વિશ્રામ-આચરણને ગુણાચરણ કહીએ તેનું વિશેષ કથન કહીએ છીએઃ –
સત્તાગુણ વિષે પરિણામની સ્થિરતા (તે) સત્તાનું ચારિત્ર છે.
કોઈ પ્રશ્ન કરે કે સ્થિર (તો) અવિનાશીનું નામ છે. પરિણામની
પ્રવૃત્તિ સ્વરૂપમાં આવે તે ચારિત્ર છે, પરિણામ સમય સ્થાયી છે, તો
(સ્થિરપણું) કઈ રીતે બને?
તેનું સમાધાાન : – જ્ઞાન દર્શન સ્વરૂપમાં સ્થિરતારૂપે સ્થિતિ – એવી
સ્થિરતાનું નામ પણ ચારિત્ર છે. એ ચારિત્ર પરિણામની પ્રવૃત્તિ સ્વરૂપમાં
થતાં જ્ઞાન-દર્શનની સ્થિતિ સ્વરૂપમાં થાય છે. પરિણામ વસ્તુને વેદીને
સ્વરૂપમાં ઊઠે છે ત્યાં સ્વરૂપનો લાભ થાય છે, પછી તે જ (પરિણામ)
વસ્તુમાં લીન થાય છે, ઉત્તર – પરિણામનું કારણ છે. વસ્તુનો – દ્રવ્ય –
ગુણનો – આસ્વાદ લઈને (પરિણામ) વસ્તુમાં લીન થયા ત્યારે વસ્તુનું
સર્વસ્વ એનાથી પ્રગટ થયું, વ્યાપકપણાથી વસ્તુના સર્વસ્વની મૂળ
સ્થિતિનો નિવાસ વસ્તુ થઈ. તે પણ પરિણામની લીનતામાં જણાઈ ગયું.
તેથી જ્ઞાન – દર્શનની શુદ્ધતા પરિણામની શુદ્ધતાથી છે. જેમકે