૨૪ ]
ચિદ્દવિલાસ
અભવ્યનાં દર્શન – જ્ઞાન નિશ્ચયથી સિદ્ધસમાન છે, (પરંતુ) તેના પરિણામ
કદી સુલટા થતા નથી તેથી તેના દર્શન-જ્ઞાન સદા અશુદ્ધ રહે છે;
ભવ્યના પરિણામ શુદ્ધ થાય છે તેથી તેના દર્શન-જ્ઞાન પણ શુદ્ધ થાય
છે. આ ન્યાયે પરિણામની નિજવૃત્તિ થતાં સ્વભાવગુણરૂપ વસ્તુમાં
ઉપયોગની સ્થિરતા તે ચારિત્ર છે.
(પરિણામ) દ્રવ્યને દ્રવે છે, પરિણામમાં દ્રવત્વ શક્તિ છે તે (દ્રવ્ય-
ગુણને) દ્રવે છે. દ્રવ્યમાં દ્રવત્વ શક્તિ છે (તેથી) તે ગુણ — પર્યાયોને દ્રવે
છે. અને ગુણમાં દ્રવત્વ શક્તિ છે (તેથી) તે દ્રવ્ય — પર્યાયોને દ્રવે છે.
આ દ્રવત્વ શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં છે. પરિણામ ગુણમાં દ્રવીને વ્યાપે
ત્યારે ગુણદ્વારા પરિણતિ થઈ (અને) તે વખતે ગુણ પોતાના લક્ષણથી
પ્રકાશરૂપ થયો. (પરિણામ દ્રવ્યમાં દ્રવીને વ્યાપે ત્યારે) દ્રવ્યરૂપ પરિણતિ
થઈ (અને) તે વખતે દ્રવ્યનું લક્ષણ પ્રગટ થયું; માટે પરિણામ વિના
દ્રવતા ( – દ્રવવાપણું) હોય નહિ, દ્રવ્યા વિના વ્યાપકતા હોય નહિ; તેથી
વ્યાપકતા વિના દ્રવ્યનો પ્રવેશ ગુણ-પર્યાયમાં થાય નહિ; તેથી (દ્રવ્ય-ગુણ-
પર્યાયની) અન્યોન્ય સિદ્ધિ થાય નહિ, માટે અન્યોન્ય સિદ્ધિનું નિમિત્ત
પરિણામ સર્વસ્વ છે.
પરિણામવડે આત્મામાં જ્ઞાન-દર્શનની સ્થિતિ થઈ તે ચારિત્ર છે;
વેદકતા – વિશ્રામ, સ્વરૂપમાં થયો તે વિશ્રામરૂપ ચારિત્ર છે. (તે ચારિત્ર)
વસ્તુના – ગુણના સ્વરૂપને આચરણવડે પ્રકટ કરે છે, તેથી આચરણરૂપ
ચારિત્ર છે. ચારિત્ર સર્વસ્વ ગુણ – દ્રવ્યનું છે. સત્તાના અનંત ભેદ છે.
અનંત ગુણના અનંત સત્ત્વ થયાં, જ્ઞાનનું સત્ત્વ, દર્શનનું સત્ત્વ – એ પ્રમાણે
(અનંત ગુણોનું) સત્ત્વ જાણો, તે અનંત સત્ત્વનું આચરણવિશ્રામ,
સ્થિરતાભાવ ચારિત્રે કર્યા.
અહીં પ્રશ્ન થાય છે કે – જ્ઞાનનું ચારિત્ર એકદેશ છે કે સર્વદેશ?
તેનું સમાધાાન : – જ્ઞાન એક ગુણ છે, પરંતુ જ્ઞાન વિષે સમસ્ત ગુણોને
જાણે (એવી) સર્વજ્ઞ જ્ઞાનશક્તિ જ્ઞાનમાં છે, તેથી જ્ઞાનના આચરણથી