ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે[ ૨૭
૧. સિદ્ધ પરમેશ્વર પોતાની શુદ્ધ સત્તાસ્વરૂપે પરિણમે છે, એમ કહીએ
ત્યારે તેમાં અનંતગુણમાંથી એક સત્તા ગુણ આવ્યો, (તેથી) અનંત
ગુણનો અનંતમો ભાગ થયો. તે પરિણમનની જે વૃદ્ધિ (ઉત્પાદ) તેને
અનંતભાગવૃદ્ધિ કહીએ.
૨. ભગવાનમાં અસંખ્ય ગુણની વિવક્ષા લઈને એમ કહેવું કે ભગવાન
દ્રવ્યત્વ ગુણરૂપ પરિણમે છે. (ત્યારે) તેમાં અસંખ્યમાંથી એક (ગુણ)
આવ્યો; ત્યાં અસંખ્યાતમો ભાગ થયો. તે પરિણમનની વૃદ્ધિ તે
અસંખ્યાતભાગવૃદ્ધિ કહીએ.
૩. સિદ્ધ ભગવાનમાં આઠ ગુણ છે, તેમાં કહેવું કે સિદ્ધ સમકિતરૂપે
પરિણમે છે. ત્યાં (આઠ ગુણમાંથી એક ગુણ આવ્યો એટલે)
સંખ્યાતમો ભાગ થયો, (તે પરિણમનની વૃદ્ધિ) તે સંખ્યાતભાગવૃદ્ધિ
છે.
૪. તે સિદ્ધ આઠે ગુણરૂપ પરિણમે છે, ત્યાં આઠ ગુણ પરિણમનની
વૃદ્ધિ થઈ તે સંખ્યાતગુણીવૃદ્ધિ કહીએ.
૫. સિદ્ધ અસંખ્યાત ગુણરૂપે પરિણમે છે ત્યાં અસંખ્યગુણ પરિણામની
વૃદ્ધિ થઈ તે અસંખ્યગુણવૃદ્ધિ કહીએ.
૬. સિદ્ધ અનંતગુણરૂપ પરિણમે છે ત્યાં અનંતગુણ પરિણમનની વૃદ્ધિ
થઈ તે અનંતગુણી વૃદ્ધિ કહીએ.
એ છ પ્રકારની વૃદ્ધિવડે પરિણામ વસ્તુમાં લીન થઈ ગયા ત્યારે
ષટ્ પ્રકાર હાનિ (વ્યય) કહીએ.
અગુરુલઘુગુણથી વસ્તુની સિદ્ધિ છે. તેથી ગુણની સિદ્ધિ ગુણ-
પર્યાયથી છે, દ્રવ્યની સિદ્ધિ દ્રવ્યપર્યાયથી છે, પર્યાયની સિદ્ધિ દ્રવ્ય –
ગુણથી છે, દ્રવ્ય – પર્યાયની સિદ્ધિ દ્રવ્યથી છે (અને) ગુણપર્યાયની સિદ્ધિ
ગુણથી છે. દ્રવ્યમાંથી જ પર્યાય ઊઠે છે, (જો) દ્રવ્ય ન હોય તો
પરિણામ ઊઠે નહિ. દ્રવ્ય, વગર પરિણમે દ્રવ્યરૂપ કઈ રીતે હોય? માટે