દ્રવ્યથી પર્યાયની સિદ્ધિ છે. જો જ્ઞાનગુણ ન હોય તો જાણપણારૂપ કઈ રીતે પરિણમે? ગુણદ્વારા પરિણતિ છે. જેમ દ્વાર ન હોય તો દ્વારમાં પ્રવેશ ક્યાંથી હોય? ગુણ ન હોય તો ગુણપરિણામ પણ ન હોય. (જો) સૂક્ષ્મ ગુણ ન હોય તો સૂક્ષ્મ ગુણનો પર્યાય ક્યાંથી હોય? આ પ્રમાણે સર્વ ગુણ વિષે જાણો. ગુણપરિણતિ ગુણમય હોય છે.